Gujarat Weather Forecast: ગુજરાતમાં ચોમાસાની સિઝનમાં વરસાદે હવે વિરામ લીધો હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા ત્રણ દિવસથી વરસાદની માત્રામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC), ગાંધીનગરના આંકડા અનુસાર, 24 જુલાઈ સવારે 6 વાગ્યાથી 25 જુલાઈ સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકમાં રાજ્યના માત્ર 83 તાલુકામાં હળવો થી મધ્યમ વરસાદ નોંધાયો. આમાંથી ફક્ત 2 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો, જેમાં તાપીના વ્યારામાં 1.22 ઈંચ અને વલસાડના ધરમપુરમાં 1.02 ઈંચ વરસાદ નોંધાયો.