Sonprayag-Kedarnath Ropeway: ઉત્તરાખંડના પવિત્ર કેદારનાથ ધામની યાત્રાને વધુ સરળ અને ઝડપી બનાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. અદાણી ગ્રૂપની અગ્રણી કંપની અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડને સોનપ્રયાગથી કેદારનાથ ધામ સુધીના 13 કિલોમીટર લાંબા રોપવે પ્રોજેક્ટનું કામ સોંપવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ દ્વારા દર વર્ષે લાખો તીર્થયાત્રીઓને સુવિધા મળશે અને મંદિર સુધીની યાત્રા માત્ર 36 મિનિટમાં પૂર્ણ થશે, જે હાલમાં 8થી 9 કલાકનો સમય લે છે.