Powerful missiles: ભારતે અગ્નિ-પ્રાઇમ મિસાઇલનું સફળ પરીક્ષણ કરી રક્ષા ક્ષેત્રે નવો ઇતિહાસ રચ્યો. આ મધ્યમ રેન્જની બેલિસ્ટિક મિસાઇલનું પરીક્ષણ રેલ-આધારિત મોબાઇલ લોન્ચરથી કરવામાં આવ્યું, જે સંપૂર્ણ સફળ રહ્યું. રક્ષા મંત્રી રાજનાથ સિંહે આ સિદ્ધિ બદલ DRDO અને સ્ટ્રેટેજિક ફોર્સેસ કમાન્ડ (SFC)ને અભિનંદન પાઠવ્યા. તેમણે જણાવ્યું કે આ પરીક્ષણથી ભારત એ દેશોમાં સામેલ થયું છે, જે રેલ-આધારિત કેનિસ્ટરાઇઝ્ડ લોન્ચ સિસ્ટમથી મિસાઇલ લોન્ચ કરવાની ક્ષમતા ધરાવે છે.