Government Borrowing: કેન્દ્ર સરકારે ફાઇનાન્શિયલ યર 2025-26ની બીજા તબક્કા (ઓક્ટોબરથી માર્ચ) માટે 6.77 લાખ કરોડ રૂપિયાના બોરોઇંગની યોજના જાહેર કરી છે. આ રકમમાંથી 10,000 કરોડ રૂપિયા સોવરેન ગ્રીન બોન્ડ્સ દ્વારા એકઠા કરવામાં આવશે, જે પર્યાવરણલક્ષી પ્રોજેક્ટ્સ માટે વપરાશે. આ યોજના અંતર્ગત 22 ઓક્શન્સનું આયોજન કરવામાં આવશે, જેની શરૂઆત 29 સપ્ટેમ્બર 2025ના રોજ થશે.