Putin Modi car conversation: ચીનમાં યોજાયેલા SCO શિખર સંમેલન દરમિયાન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની કારમાં સાથેની મુલાકાતે વિશ્વભરમાં ચર્ચા જગાવી હતી. બંને નેતાઓએ લગભગ 50 મિનિટ સુધી એકબીજા સાથે વાતચીત કરી, પરંતુ આ ચર્ચાનો વિષય શું હતો તે અંગે કોઈ સ્પષ્ટતા નહોતી. હવે રશિયન રાષ્ટ્રપતિ પુતિને આ ગુપ્ત વાતચીતનું રહસ્ય ખોલ્યું છે.