Shefali Jariwala Death: 'કાંટા લગા' ફેમ અભિનેત્રી શેફાલી જરીવાલાના અચાનક મૃત્યુથી બધાને આશ્ચર્ય થયું. શેફાલી જરીવાલનું 42 વર્ષની વયે અવસાન થયું. શેફાલી જરીવાલાના મૃત્યુની તપાસ દરમિયાન, પોલીસને અભિનેત્રીના ઘરેથી દવાઓના બે બોક્સ મળી આવ્યા છે. અહેવાલો અનુસાર, જે દિવસે શેફાલીની તબિયત બગડી, તે દિવસે તેણે વાસી ખોરાક ખાધો. આ પછી તેણે એન્ટી-એન્જિગની દવા લીધી. કૂપર હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરનારા ડોકટરોને શંકા છે કે, અભિનેત્રીના મૃત્યુનું કારણ દવા લીધા પછી હૃદયરોગનો હુમલો હોઈ શકે છે.