મહારાષ્ટ્રના દિગ્ગજ નેતા અજિત પવારનું અકાળે નિધન: PM મોદીએ પાઠવી શ્રદ્ધાંજલિ, કહ્યું- ‘આપણે એક લોકપ્રિય નેતા ગુમાવ્યા’
PM Modi Tweet on Ajit Pawar: મહારાષ્ટ્રના વરિષ્ઠ નેતા અજિત પવારના અકાળે અવસાન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી છે. PM મોદીએ તેમને જમીન સાથે જોડાયેલા અને મહેનતુ નેતા ગણાવ્યા છે. વાંચો આ વિશેના સંપૂર્ણ સમાચાર.
PM Modi Tweet on Ajit Pawar: મહારાષ્ટ્રના વરિષ્ઠ નેતા અજિત પવારના અકાળે અવસાન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી છે.
PM Modi Tweet on Ajit Pawar: મહારાષ્ટ્રના રાજકારણમાંથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. દિગ્ગજ નેતા અને લોકોમાં લોકપ્રિય એવા અજિત પવારનું નિધન થયું છે. તેમના અકાળે થયેલા અવસાનથી માત્ર મહારાષ્ટ્ર જ નહીં પરંતુ દેશભરના રાજકીય જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી છે.
PM મોદીએ ટ્વીટ કરી વ્યક્ત કર્યું દુઃખ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર અજિત પવાર સાથેની તસવીરો શેર કરી છે અને એક ભાવુક સંદેશ લખ્યો છે. પોસ્ટ કરવામાં આવેલી આ ટ્વીટમાં પીએમ મોદીએ લખ્યું છે કે, "શ્રી અજિત પવારજી જનતાના સાચા નેતા હતા, જેમનો જમીની સ્તર પર લોકો સાથે મજબૂત નાતો હતો."
Shri Ajit Pawar Ji was a leader of the people, having a strong grassroots level connect. He was widely respected as a hardworking personality at the forefront of serving the people of Maharashtra. His understanding of administrative matters and passion for empowering the poor and… pic.twitter.com/mdgwwGzw4R
વડાપ્રધાને અજિત પવારના કામ કરવાની પદ્ધતિના ભરપૂર વખાણ કર્યા છે. તેમણે જણાવ્યું કે, અજિત પવાર એક અત્યંત મહેનતુ વ્યક્તિત્વ તરીકે ઓળખાતા હતા અને મહારાષ્ટ્રના લોકોની સેવા કરવામાં હંમેશા મોખરે રહેતા હતા. પીએમ મોદીએ વધુમાં ઉમેર્યું કે, "વહીવટી બાબતોમાં તેમની સમજણ અને ગરીબ તેમજ વંચિત વર્ગના લોકોને સશક્ત બનાવવાનું તેમનું ઝનૂન ખરેખર નોંધનીય હતું."
પરિવાર અને ચાહકો પ્રત્યે સંવેદના
આ આઘાતજનક સમાચાર પર પ્રતિક્રિયા આપતા પીએમ મોદીએ કહ્યું કે, તેમનું અકાળે જવું ખૂબ જ આઘાતજનક અને દુઃખદાયક છે. અંતમાં વડાપ્રધાને અજિત પવારના પરિવારજનો અને તેમના અસંખ્ય ચાહકો પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી છે અને 'ઓમ શાંતિ' લખીને દિવંગત આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી છે.
અજિત પવારના નિધનથી મહારાષ્ટ્રના રાજકારણમાં એક મોટી ખોટ પડી છે, જે પૂરી કરવી મુશ્કેલ છે. સોશિયલ મીડિયા પર પણ લોકો અને અન્ય નેતાઓ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે.