યુદ્ધના ભણકારા: અમેરિકાનું ‘મોતનું જહાજ’ ઈરાનની સરહદે પહોંચ્યું, ઈરાની કમાન્ડરે કહ્યું- ‘અમારી આંગળીઓ ટ્રિગર પર છે!’ | Moneycontrol Gujarati
Get App

યુદ્ધના ભણકારા: અમેરિકાનું ‘મોતનું જહાજ’ ઈરાનની સરહદે પહોંચ્યું, ઈરાની કમાન્ડરે કહ્યું- ‘અમારી આંગળીઓ ટ્રિગર પર છે!’

Iran-USA War Situation: અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. અમેરિકાનું વિનાશક જહાજ USS Abraham Lincoln ઈરાનની સરહદે પહોંચતા સ્થિતિ તંગ બની છે. ઈઝરાયલ પણ હાઈ એલર્ટ પર છે. જાણો અમેરિકાના 5 ઘાતક હથિયારો અને ઈરાનની ધમકી વિશે.

અપડેટેડ 12:27:24 PM Jan 23, 2026 પર
Story continues below Advertisement
Iran-USA War Situation: અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે.

USS Abraham Lincoln: દુનિયાના બે કટ્ટર દુશ્મનો, અમેરિકા અને ઈરાન વચ્ચેનો મામલો હવે શાંત પડવાને બદલે વધારે ગરમાયો છે. સ્થિતિ એટલી હદે વણસી ગઈ છે કે જાણે ગમે ત્યારે યુદ્ધ ફાટી નીકળે. અમેરિકાએ પોતાની તાકાત બતાવવા માટે સૌથી ખતરનાક ગણાતું જહાજ ઈરાનની બિલકુલ નજીક મોકલી દીધું છે. આ જોઈને ઈરાને પણ હવે ખુલ્લેઆમ યુદ્ધની તૈયારીઓ બતાવી દીધી છે.

સમુદ્ર પર તરતો કિલ્લો

અમેરિકન નેવીએ જે જહાજ તૈનાત કર્યું છે તેનું નામ છે ‘યુએસએસ અબ્રાહમ લિંકન’ (USS Abraham Lincoln). સંરક્ષણ નિષ્ણાતો આને માત્ર જહાજ નહીં પણ ‘સમુદ્ર પર ચાલતો-ફરતો અભેદ કિલ્લો’ ગણાવે છે. આ જહાજ એકલું નથી આવ્યું, તેની સાથે ગાઈડેડ મિસાઈલ ક્રૂઝર, સબમરીન અને અન્ય વિનાશક જહાજોનું આખું ગ્રુપ છે. આ સ્ટ્રાઈક ગ્રુપ એટલું શક્તિશાળી છે કે તે એકલું જ આખી ઈરાની સેનાને ભારે પડી શકે છે. તેને ‘દુશ્મનોનો કાળ’ પણ કહેવામાં આવે છે.

ઈરાનનો વળતો જવાબ: "અમારી આંગળીઓ ટ્રિગર પર છે"

એક તરફ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એવું નિવેદન આપ્યું હતું કે ઈરાન વાતચીત કરવા માંગે છે. પરંતુ ઈરાને આ વાતને સાવ ખોટી ગણાવીને ફગાવી દીધી છે. વોશિંગ્ટનને સીધી ચેતવણી આપતા ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ્સના કમાન્ડરે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, ભલે દેશમાં આંતરિક વિરોધ પ્રદર્શનો ચાલતા હોય, પણ અમારી સેના સંપૂર્ણ તૈયાર છે. તેમણે કહ્યું કે, "અમારી આંગળીઓ અત્યારે ટ્રિગર પર જ છે," જેનો સીધો અર્થ છે કે ઈરાન કોઈપણ હુમલાનો જવાબ આપવા સજ્જ છે.


અમેરિકાના 5 ‘બ્રહ્માસ્ત્ર’ જેનો ઈરાન પાસે કોઈ તોડ નથી

જો યુદ્ધ થાય તો અમેરિકા પાસે એવા અત્યાધુનિક હથિયારો છે જે મિનિટોમાં ઈરાનના પરમાણુ મથકો અને મિસાઈલ સાઈટ્સને રાખ કરી શકે છે. નિષ્ણાતોના મતે આ 5 હથિયારો ઈરાન માટે સૌથી મોટું જોખમ છે:

B-2 સ્ટીલ્થ બોમ્બર: આ વિમાનો રડારમાં પકડાતા નથી, જેથી દુશ્મનને ખબર પડે તે પહેલા જ બોમ્બ ઝીંકી શકે છે. અમેરિકા આવા નવા 52 બોમ્બર બનાવી રહ્યું છે.

ટોમહોક મિસાઈલ: આ મિસાઈલ તેના સચોટ નિશાન માટે જાણીતી છે અને ભારે તબાહી મચાવવાની ક્ષમતા ધરાવે છે.

F-35 અને F-22 ફાઈટર જેટ્સ: પાંચમી પેઢીના આ આધુનિક ફાઈટર જેટ્સ સામે ઈરાનના જૂના જમાનાના વિમાનો ટકી શકે તેમ નથી.

MQ-9 રીપર ડ્રોન: આ ડ્રોન 50,000 ફૂટની ઊંચાઈએથી સતત 27 થી 42 કલાક સુધી ઉડી શકે છે અને ટાર્ગેટને શોધીને ખતમ કરી શકે છે.

ઈઝરાયલ પણ ‘વોર મોડ’માં

અમેરિકા અને ઈરાન વચ્ચેની તંગદિલી જોઈને ઈઝરાયલ પણ સતર્ક થઈ ગયું છે. ઈઝરાયલની સેના (IDF) એ દેશમાં હાઈ એલર્ટ જાહેર કરી દીધું છે. પોલીસ, ફાયર બ્રિગેડ અને ઈમરજન્સી સેવાઓને સ્ટેન્ડ-બાય કરી દેવામાં આવી છે. IDF ચીફ એયાલ જામિરે સ્પષ્ટ કર્યું છે કે ઈઝરાયલ કોઈ પણ ‘સરપ્રાઈઝ વોર’ એટલે કે અચાનક થતા હુમલા માટે તૈયાર છે. આમ, મિડલ ઈસ્ટમાં અત્યારે બારૂદના ઢગલા જેવી સ્થિતિ છે. એક નાનકડી ભૂલ પણ મોટા યુદ્ધનું સ્વરૂપ લઈ શકે છે.

આ પણ વાંચો- Trump vs Carney: અમેરિકા-કેનેડા વચ્ચે જંગ જામ્યો, ટ્રમ્પે 'બોર્ડ ઓફ પીસ'માંથી કેનેડાની કરી હકાલપટ્ટી

MoneyControl News

MoneyControl News

First Published: Jan 23, 2026 12:27 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.