મહારાષ્ટ્રમાં શોકની લહેર: ડેપ્યુટી CM અજિત પવારનું પ્લેન ક્રેશમાં નિધન, DGCA એ જાહેર કર્યો પહેલો રિપોર્ટ
Ajit Pawar Plane Crash: મહારાષ્ટ્રના બારામતીમાં લેન્ડિંગ સમયે થયેલા પ્લેન ક્રેશમાં ડેપ્યુટી CM અજિત પવાર સહિત 5 લોકોના મોત થયા છે. DGCA એ દુર્ઘટના અંગે મહત્વની માહિતી આપી છે. જાણો વિમાનમાં કોણ કોણ સવાર હતું.
Ajit Pawar Plane Crash: મહારાષ્ટ્રના બારામતીમાં લેન્ડિંગ સમયે થયેલા પ્લેન ક્રેશમાં ડેપ્યુટી CM અજિત પવાર સહિત 5 લોકોના મોત થયા છે.
Ajit Pawar Plane Crash: મહારાષ્ટ્રના રાજકારણમાંથી બુધવારે સવારે એક અત્યંત દુખદ અને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી (Deputy CM) અજિત પવારનું બારામતીમાં થયેલા એક ગમખ્વાર વિમાન અકસ્માતમાં નિધન થયું છે. પોતાના હોમગ્રાઉન્ડ ગણાતા બારામતીમાં જ લેન્ડિંગ સમયે તેમનું વિમાન ક્રેશ થઈ ગયું હતું, જેમાં તેમનો જીવ ગયો છે.
કેવી રીતે બની ઘટના?
મળતી માહિતી મુજબ, અજિત પવાર બુધવારે સવારે મુંબઈથી એક પ્રાઈવેટ વિમાનમાં સવાર થઈને બારામતી જવા નીકળ્યા હતા. બારામતીમાં આજે તેમની 4 અલગ-અલગ સભાઓનું આયોજન હતું. જોકે, જ્યારે તેમનું વિમાન બારામતીમાં લેન્ડિંગ કરી રહ્યું હતું, ત્યારે અચાનક દુર્ઘટના સર્જાઈ અને પ્લેન ક્રેશ થઈ ગયું. આ અકસ્માત એટલો ભયાનક હતો કે તેમાં સવાર કોઈ પણ વ્યક્તિનો જીવ બચી શક્યો નથી.
#WATCH | Crash landing in Baramati | Five people onboard the Mumbai-Baramati charter plane, including Maharashtra Deputy CM Ajit Pawar, died as per initial information by the DGCA. Visuals from the spot. pic.twitter.com/6MHqTi6gna
નાગરિક ઉડ્ડયન મહાનિદેશાલય (DGCA) એ આ દુર્ઘટના અંગે સત્તાવાર નિવેદન જાહેર કર્યું છે. DGCA ના જણાવ્યા અનુસાર, આ પ્લેન ક્રેશમાં કુલ 5 લોકોના મોત થયા છે. શરૂઆતમાં એવા સમાચાર વહેતા થયા હતા કે અજિત પવાર ગંભીર રીતે ઘાયલ છે, પરંતુ થોડી જ વારમાં તેમના નિધનની પુષ્ટિ કરવામાં આવી હતી. DGCA એ સ્પષ્ટ કર્યું છે કે વિમાનમાં સવાર તમામ લોકો આ દુર્ઘટનામાં માર્યા ગયા છે.
વિમાનમાં કોણ-કોણ સવાર હતું?
DGCA દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, આ ચાર્ટર્ડ પ્લેનમાં કુલ 5 લોકો મુસાફરી કરી રહ્યા હતા. જેમાં મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવાર પોતે સામેલ હતા. આ ઉપરાંત તેમની સુરક્ષામાં તૈનાત 1 PSO (પર્સનલ સિક્યુરિટી ઓફિસર), 1 અટેન્ડન્ટ અને વિમાનના 2 ક્રૂ મેમ્બર (પાઈલટ અને કો-પાઈલટ) પણ વિમાનમાં હતા. દુર્ભાગ્યવશ, પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ પાંચેય લોકોમાંથી કોઈ જીવિત બચ્યું નથી.
પરિવાર તાત્કાલિક બારામતી રવાના
#WATCH | Delhi | Maharashtra Deputy CM Ajit Pawar passes away in a charter plane crash in Baramati; Visuals from ANI Archives Ajit Pawar, Deputy CM of Maharashtra, was onboard along with 2 more personnel (1 PSO and 1 attendant) and 2 crew (PIC+FO) members in the charter plane.… pic.twitter.com/pzJ12LvcQT — ANI (@ANI) January 28, 2026
અજિત પવારના નિધનના સમાચાર મળતા જ પવાર પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. માહિતી મુજબ, અજિત પવારના પત્ની સુનેત્રા પવાર તાત્કાલિક બારામતી જવા રવાના થઈ ગયા છે. આ ઉપરાંત અજિત પવારના બહેન અને તેમના પુત્ર પાર્થ પવાર પણ સમાચાર મળતા જ મુંબઈથી બારામતી જવા નીકળી ગયા છે. સમગ્ર મહારાષ્ટ્રમાં આ ઘટનાને પગલે ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.