Get App

Crime News: ફિલ્મને ટક્કર મારે તેવી કહાની, કથ્થકનું કોસ્ચ્યુમ પહેરી 10 લાખની ચોરીને આપ્યો અંજામ

Ahmedabad News: કોઈ ચહેરો ઓળખી ના જાય તે માટે આરોપીએ કરેલી કરતૂતોનો પર્દાફાશ, ફિલ્મને ટક્કર મારે તેવી કહાની, 10 લાખ ચોરી કરી અમદાવાદ પરત આવતા જ વાહન ચેકીંગમાં આરોપી પકડાયો

MoneyControl Newsઅપડેટેડ Oct 23, 2023 પર 11:01 AM
Crime News: ફિલ્મને ટક્કર મારે તેવી કહાની, કથ્થકનું કોસ્ચ્યુમ પહેરી 10 લાખની ચોરીને આપ્યો અંજામCrime News: ફિલ્મને ટક્કર મારે તેવી કહાની, કથ્થકનું કોસ્ચ્યુમ પહેરી 10 લાખની ચોરીને આપ્યો અંજામ

Crime News: અમદાવાદની રામોલ પોલીસે એક અનોખો ચોર પકડ્યો છે. ફિલ્મની સ્ટોરીને ટક્કર મારે તેવી રીતે આ ચોરે મુંબઈમાં લાખોની ચોરીના ગુનાને અંજામ આપ્યો છે. આ ચોરે કથ્થક ડાન્સનો પહેરવેશ પહેરીને લાખો રૂપિયાની ચોરીના ગુનાને અંજામ આપ્યો છે.

Crime News: નવરાત્રી અને દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેરના પ્રવેશ દ્વારા ઉપર પોલીસ દ્વારા સઘન ચેકિંગ ની કાર્યવાહી ઓ હાથ ધરવામાં આવી છે, ત્યારે રામોલ પોલીસ ની ટીમ હાઇવે ઉપર થી આવતા જતા વાહનોનું ચેકિંગ કરી રહી હતી તેવામાં એક મહારાષ્ટ્ર પાર્સિંગ ફોરવીલર આવતા તેને તપાસ હાથ ધરી હતી. જો કે કારમાંથી એક બેગ અને એક કથક નું કોસ્ચ્યુમ મળી આવ્યું હતું. બેગની તપાસ કરતા તેમાં 10 લાખ રૂપિયા રોકડા હતા. કારમાં સવાર વ્યક્તિની પોલીસ પૂછપરછ કરતા તે રૂપિયા વિશે કોઈ ચોક્કસ માહિતી આપી ન શક્યો. જોકે પોલીસે આ વ્યક્તિની વધુ પૂછપરછ કરતા જે હકીકત સામે આવી તે ફિલ્મની કહાનીને પણ ટક્કર મારે તેવી હતી.

પોલીસ દ્વારા કાર ચાલકની પૂછપરછ કરતા સામે આવ્યું કે કારચાલકનું નામ હિમાંશ ઉર્ફે લાલો હસમુખભાઈ પ્રજાપતી છે અને તે પાટણ ખાતે રહે છે. આરોપી હિમાંશુ લાલાએ એપ્રિલ મહિનામાં મુંબઈનાં ભુલેશ્વર વિસ્તારમાં આવેલી અરવિંદ હીરેન નામની આંગડિયા પેઢીમાં નોકરી કરતો હતો. નોકરી સમયે તેણે આંગડિયા પેઢીની ઓફિસની ડુપ્લીકેટ ચાવી બનાવી લીધી હતી. જે બાદ ઓગસ્ટ મહિનામાં તેણે આંગડિયા પેઢી માંથી નોકરી છોડી દીધી હતી. જે બાદ તેને પૈસાની જરૂર હોવાથી મુંબઈ ની આંગડિયા પેઢીમાંથી ચોરી કરવાનું નક્કી કર્યું. આરોપી ચોરી કરી ત્યાંથી કાર ભાડે લઈને અમદાવાદ આવી રહ્યો હતો.

પોલીસની પૂછપરછમાં સામે આવ્યું કે આરોપી જ્યારે મુંબઈથી નોકરી છોડીને પોતાના ઘરે પાટણ ખાતે આવ્યો ત્યાં તેણે ડાન્સ ક્લાસ શરૂ કર્યા હતા. જે બાદ તેને પૈસાની જરૂર હોવાથી આંગડિયા ઓફિસમાં ચોરીનો પ્લાન બનાવ્યો હતો. આ ચોર જ્યારે ચોરી કરવા જતાં તેનો ચહેરો કોઈ ઓળખી ન જાય તેના માટે ચહેરો ઢાંકવા 20 ઓક્ટોબર ના પાટણની જ સખી સહેલી નામની દુકાનમાંથી કથક નૃત્યનું કોસ્ચ્યુમ ભાડે થી ખરીદ્યું હતું. આરોપીએ કોસ્ચ્યુમ લઈ સવાર ના ટ્રેનમાં બેસીને રાત્રીના મુંબઈ પહોંચી આશરે દોઢેક વાગ્યાના અરસામા પોતે તેનો ચહેરો દેખાય નહીં તે માટે ભાડે કરેલું કોસ્ચ્યુમ પહેરી આંગડીયા પેઢીની ડુપ્લિકેટ ચાવીથી ઓફીસનુ લોક ખોલ કાઉન્ટરની અંદરના ડ્રોવર માં રહેલા રોકડા રૂપિયા ચોરી કરી ઓફીસ માં રહેલા થેલામાં ભરી ત્યાથી નીકળી ગયો હતો. બાદમાં દાદર કોઈનુર પાસે જઈ 12000 રૂપિયામાં અર્ટીકા કાર ભાડે કરી અમદાવાદ આવવા નીકળ્યો

બધા સમાચાર

+ વધુુ વાંચો