Get App

ટ્રમ્પની ભયાનક ધમકીથી ડરી ગયું ઈરાન! 48 કલાકમાં 'હોર્મુઝની ખાડી' ખોલવા થયું તૈયાર, પણ અમેરિકા સામે મૂકી આ 4 શરતો

ડોનાલ્ડ ટ્રમ્પની નવી એરસ્ટ્રાઈકની ધમકી વચ્ચે ઈરાન બેકફૂટ પર આવ્યું છે. જો અમેરિકા તેની 4 શરતો માને તો ઈરાન માત્ર 48 કલાકમાં હોર્મુઝની ખાડી ખોલવા તૈયાર થયું છે.

MoneyControl Newsઅપડેટેડ Nov 02, 2026 પર 6:09 PM
ટ્રમ્પની ભયાનક ધમકીથી ડરી ગયું ઈરાન! 48 કલાકમાં 'હોર્મુઝની ખાડી' ખોલવા થયું તૈયાર, પણ અમેરિકા સામે મૂકી આ 4 શરતોટ્રમ્પની ભયાનક ધમકીથી ડરી ગયું ઈરાન! 48 કલાકમાં 'હોર્મુઝની ખાડી' ખોલવા થયું તૈયાર, પણ અમેરિકા સામે મૂકી આ 4 શરતો
હોર્મુઝની ખાડી એ વિશ્વનો સૌથી મહત્વપૂર્ણ 'ઓઈલ શિપિંગ રૂટ' છે, જે ફારસની ખાડીને ઓમાનની ખાડી સાથે જોડે છે. ફેબ્રુઆરી મહિનામાં મિડલ ઈસ્ટમાં યુદ્ધ શરૂ થયા બાદ ઈરાને આ જળમાર્ગ પર પોતાનું નિયંત્રણ જમાવી રાખ્યું છે.

Iran Reopen Strait of Hormuz: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાનના શંકાસ્પદ ઠેકાણાઓ પર ફરીથી નવી એરસ્ટ્રાઈક કરવાની ધમકી આપવામાં આવ્યા બાદ હવે વૈશ્વિક રાજકારણમાં એક મોટો કૂટનીતિક વળાંક સામે આવ્યો છે. ટ્રમ્પની ધમકી વચ્ચે બેકફૂટ પર આવેલા ઈરાને જાહેરાત કરી છે કે, જો અમેરિકા તેની શરતો સ્વીકારી લે, તો તે માત્ર 48 કલાકની અંદર જ દુનિયાના સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ ઓઈલ રૂટ હોર્મુઝની ખાડીને જહાજોની અવરજવર માટે ફરીથી ખોલી શકે છે.

ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બકાઈએ સોમવારે જણાવ્યું હતું કે, અગાઉ પ્રસ્તાવિત કરવામાં આવેલી 7 દિવસની સમયમર્યાદા ઘટાડીને 2 દિવસ (48 કલાક) કરવી એ તહેરાનની 'સદ્ભાવના' દર્શાવે છે. જોકે, તેમણે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી પણ આપી છે કે હવે આગળનો તમામ નિર્ણય વોશિંગ્ટનના વલણ પર નિર્ભર કરે છે.

હોર્મુઝની ખાડી ખોલવા બદલ ઈરાને મૂકી આ 4 મુખ્ય શરતો

કતારના મધ્યસ્થીઓ મારફતે અમેરિકા સુધી પહોંચાડવામાં આવેલા પ્રસ્તાવ હેઠળ, ઈરાને આ જળમાર્ગ ખોલવા અને ફરીથી વાતચીતના ટેબલ પર આવવા માટે નીચે મુજબની 4 કડક શરતો મૂકી છે.

મિડલ ઈસ્ટમાં યુદ્ધવિરામ: મધ્ય પૂર્વના તમામ મોરચે ચાલી રહેલું યુદ્ધ અને સૈન્ય કાર્યવાહી સંપૂર્ણપણે બંધ કરવામાં આવે.

ફ્રીઝ કરેલી સંપત્તિ મુક્ત કરવી: વિદેશોમાં જપ્ત કરવામાં આવેલા ઈરાનના તમામ નાણાકીય એસેટ્સ અને ફંડ્સને તાત્કાલિક અસરથી મુક્ત કરવામાં આવે.

ઓઈલ સેક્ટર પરનો પ્રતિબંધ હટાવવો: ઈરાનના તેલ ક્ષેત્ર પર અમેરિકા દ્વારા લગાવવામાં આવેલા તમામ આકરા આર્થિક પ્રતિબંધો હટાવી લેવામાં આવે.

બધા સમાચાર

+ વધુુ વાંચો