Get App

‘પ્રદૂષણ મુક્ત અમદાવાદ’ના દાવા પોકળ: કરોડોના ખર્ચ છતાં 10 મહિનાથી શહેરીજનો ઝેરી હવા શ્વાસમાં લેવા મજબૂર, AQI 150ને પાર

Ahmedabad Air Pollution: અમદાવાદમાં પ્રદૂષણ નાબૂદી પાછળ કરોડોનો ખર્ચ છતાં 2026ના 10 મહિનામાં એક પણ દિવસ શુદ્ધ હવા મળી નથી. ઓક્ટોબરમાં AQI 150ને પાર પહોંચતા લોકોના સ્વાસ્થ્ય પર જોખમ વધ્યું.

MoneyControl Newsઅપડેટેડ Nov 02, 2026 પર 10:35 AM
‘પ્રદૂષણ મુક્ત અમદાવાદ’ના દાવા પોકળ: કરોડોના ખર્ચ છતાં 10 મહિનાથી શહેરીજનો ઝેરી હવા શ્વાસમાં લેવા મજબૂર, AQI 150ને પાર‘પ્રદૂષણ મુક્ત અમદાવાદ’ના દાવા પોકળ: કરોડોના ખર્ચ છતાં 10 મહિનાથી શહેરીજનો ઝેરી હવા શ્વાસમાં લેવા મજબૂર, AQI 150ને પાર
303 દિવસમાંથી 70 દિવસ હવા ‘અત્યંત હાનિકારક' રહી

Ahmedabad Air Pollution: એક તરફ અમદાવાદને ‘પ્રદૂષણ મુક્ત' બનાવવાના મોટા-મોટા દાવાઓ કરવામાં આવી રહ્યા છે અને પર્યાવરણ સુધારણાના નામે કરોડો રૂપિયાનો ધુમાડો થઈ રહ્યો છે. પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ ચિત્ર રજૂ કરે છે. સરકારી તંત્રના આ તમામ દાવાઓ માત્ર કાગળ પર જ સીમિત હોય તેવું લાગી રહ્યું છે. તાજેતરમાં સામે આવેલા એક ચોંકાવનારા અહેવાલ મુજબ, વર્ષ 2026માં ઓક્ટોબર મહિના સુધી એટલે કે છેલ્લા 10 મહિનામાં અમદાવાદના લોકોને એક પણ દિવસ શ્વાસ લેવા માટે સંપૂર્ણ શુદ્ધ હવા મળી નથી.

303 દિવસમાંથી 70 દિવસ હવા ‘અત્યંત હાનિકારક' રહી

અમદાવાદની હવાની ગુણવત્તા (Air Quality) દિવસેને દિવસે સુધરવાને બદલે વધુ બગડી રહી છે. આંકડાકીય માહિતી મુજબ, વર્ષ 2026માં ઓક્ટોબર માસ સુધીના કુલ 303 દિવસોમાંથી 179 દિવસ શહેરની હવાની ગુણવત્તા મધ્યમ કક્ષાની રહી હતી. જ્યારે સૌથી ચિંતાજનક બાબત એ છે કે, 70 દિવસ તો અમદાવાદની હવા નાગરિકોના ‘આરોગ્ય માટે અત્યંત હાનિકારક' નોંધાઈ છે.

ચોમાસાની સિઝન દરમિયાન એટલે કે મે અને જૂન મહિનામાં અમદાવાદનો એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 72થી 75 ની આસપાસ સામાન્ય રહ્યો હતો. પરંતુ ઓક્ટોબર મહિનો શરૂ થતાંની સાથે જ પ્રદૂષણનું સ્તર રોકેટ ગતિએ વધ્યું છે અને AQI સીધો 150ને પાર પહોંચી ગયો છે.

અમદાવાદની હવા ઝેરી બનવા પાછળના મુખ્ય કારણો

શહેરમાં પ્રદૂષણનું સ્તર આટલું ભયાનક રીતે વધવા પાછળ તંત્રની બેદરકારી અને કેટલાક મહત્વના પરિબળો જવાબદાર છે:

ઔદ્યોગિક એકમોનો ધુમાડો: શહેરના અનેક ઔદ્યોગિક એકમો દ્વારા નિયમોને નેવે મૂકીને રાત્રિના સમયે ચીમનીઓમાંથી બેરોકટોક કાળો ઝેરી ધુમાડો હવામાં છોડવામાં આવે છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો