Get App

હવે મનફાવે તેમ ભાડું નહીં વધારી શકે એરલાઇન કંપનીઓ! સરકારે લાગુ કર્યા નવા નિયમો

ફ્લાઇટ ટિકિટના વધતા ભાવ વચ્ચે કેન્દ્ર સરકારે 'ભારતીય વાયુયાન નિયમ, 2026' જાહેર કર્યા છે. હવે એરલાઇન કંપનીઓ મનફાવે તેમ ભાડું વધારી શકશે નહીં. જાણો નવા નિયમો.

MoneyControl Newsઅપડેટેડ Nov 02, 2026 પર 2:41 PM
હવે મનફાવે તેમ ભાડું નહીં વધારી શકે એરલાઇન કંપનીઓ! સરકારે લાગુ કર્યા નવા નિયમોહવે મનફાવે તેમ ભાડું નહીં વધારી શકે એરલાઇન કંપનીઓ! સરકારે લાગુ કર્યા નવા નિયમો
કંપનીઓએ આ ભાડાની સંપૂર્ણ વિગતો ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનને સોંપવી પડશે. ત્યારબાદ DGCA આ કંપનીઓ દ્વારા નક્કી કરવામાં આવેલા ભાડા પર સતત દેખરેખ રાખશે.

Airline Ticket Price Rules: ક્રૂડ ઓઈલ અને વિમાનના ઈંધણના વધતા ભાવને કારણે હવાઈ ભાડામાં થઈ રહેલા તોતિંગ વધારાથી સામાન્ય મુસાફરો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જોકે, હવે એરલાઇન કંપનીઓની આ મનમાની પર લગામ કસવા માટે કેન્દ્ર સરકારે નવા નિયમો જાહેર કર્યા છે. આ નવા નિયમો હેઠળ, કોઈપણ અસાધારણ પરિસ્થિતિમાં અને જનહિતને ધ્યાનમાં રાખીને સરકાર હવે સીધી જ ફ્લાઇટ ટિકિટના ભાવમાં દખલગીરી કરી શકશે.

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા 'ભારતીય વાયુયાન નિયમ, 2026' મુજબ, જો કેન્દ્ર સરકારને એવું લાગે કે કોઈ ખાસ કે અસાધારણ સ્થિતિ ઊભી થઈ છે અને સામાન્ય જનતાના હિતમાં હસ્તક્ષેપ કરવો જરૂરી છે, તો સરકાર એરલાઇન કંપનીઓને ભાડા બાબતે લેખિતમાં આદેશ આપી શકે છે. આવા આદેશો પરિસ્થિતિને અનુરૂપ હશે અને એક ચોક્કસ સમયમર્યાદા સુધી જ લાગુ રહેશે.

ઓપરેટિંગ કોસ્ટના આધારે નક્કી કરવું પડશે ભાડું

નવા નોટિફિકેશનના નિયમ 192 મુજબ, નિયમિત હવાઈ સેવા પૂરી પાડતી તમામ એરલાઇન કંપનીઓએ પોતાનો ઓપરેટિંગ કોસ્ટ (સંચાલન ખર્ચ) અને અન્ય પરિબળોને આધારે જ ટિકિટનું ભાડું નક્કી કરવાનું રહેશે. એટલું જ નહીં, કંપનીઓએ આ ભાડાની સંપૂર્ણ વિગતો ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનને સોંપવી પડશે. ત્યારબાદ DGCA આ કંપનીઓ દ્વારા નક્કી કરવામાં આવેલા ભાડા પર સતત દેખરેખ રાખશે.

ટિકિટ બુકિંગમાં પારદર્શિતા: દરેક ચાર્જની અલગ વિગત આપવી પડશે

મુસાફરો સાથે ભાડાના નામે કોઈ છેતરપિંડી ન થાય અને સંપૂર્ણ પારદર્શિતા જળવાઈ રહે તે માટે સરકારે નિયમો વધુ કડક બનાવ્યા છે, જેની મુખ્ય બાબતો નીચે મુજબ છે.

વેબસાઇટ પર ભાડાની વિગત: મુસાફરોની જાણકારી માટે એરલાઇન કંપનીઓએ પોતાની વેબસાઇટ અને અન્ય તમામ ડિજિટલ પ્લેટફોર્મ પર ભાડાનું માળખું સ્પષ્ટ રીતે બતાવવું પડશે.

બધા સમાચાર

+ વધુુ વાંચો