Get App

Hot Stocks: 2-3 સપ્તાહમાં જ કરવા માંગો છો ડબલ ડિજિટ કમાણી તો આ સ્ટૉક પર લગાવો દાવ

બેન્ક નિફ્ટી 41150 ની નીચે રહેશે ત્યાં સુધી સેન્ટિમેન્ટ નબળા બની રહેશે. તેના માટે 39500-38800 ની રેન્જમાં સપોર્ટ છે. જ્યારે, ઊપરની તરફ 41150 પર રેજિસ્ટેંસ છે.

MoneyControl Newsઅપડેટેડ Feb 03, 2023 પર 10:12 AM
Hot Stocks: 2-3 સપ્તાહમાં જ કરવા માંગો છો ડબલ ડિજિટ કમાણી તો આ સ્ટૉક પર લગાવો દાવHot Stocks: 2-3 સપ્તાહમાં જ કરવા માંગો છો ડબલ ડિજિટ કમાણી તો આ સ્ટૉક પર લગાવો દાવ

1 ફેબ્રુઆરીએ પણ બજાર પર મંદડીઆનો પડછાયો બની રહ્યો. ગઈકાલના કારોબારી સત્રના બીજા હિસ્સામાં વેચવાલીનું દબાણ હાવી થઈ ગયુ. નિફ્ટી ઉછાળા પર વેચવાલી વાળા મોડમાં બનેલા છે. આ માટે, 17700-17750 પર તાત્કાલિક રેજિસ્ટેંસ દેખાય રહ્યુ છે. ત્યારે, નીચેની તરફ પર 17400 પર સપોર્ટ દેખાય રહ્યો છે. જો નિફ્ટી આ સપોર્ટને જાળવી રાખવામાં નિષ્ફળ જશે તો તે વધુ ઘટી શકે છે અને ડાઉનસાઇડ પર 17200-17000ના સ્તરને સ્પર્શી શકે છે.

કાલના કારોબારમાં બેન્ક નિફ્ટીમાં પણ ભારી ઉતાર-ચઢાવ જોવાને મળ્યો હતો. આ ઈન્ડેક્સ 2500 પોઈન્ટની રેન્જમાં આગળ વધતો જોવા મળ્યો હતો. ડેલી ચાર્ટ પર, બેન્ક નિફ્ટી 42081 પર સ્થિત 50 EMA ની નીચે બનેલા છે. હવે જ્યાં સુધી બેન્ક નિફ્ટી 41150 ની નીચે રહેશે ત્યાં સુધી સેન્ટિમેન્ટ નબળા બની રહેશે. તેના માટે 39500-38800 ની રેન્જમાં સપોર્ટ છે. જ્યારે, ઊપરની તરફ  41150 પર રેજિસ્ટેંસ છે.

Post Budget picks: બજેટની બાદ આ 10 સ્ટૉકમાં કરાવી શકે છે સારી કમાણી, પોર્ટફોલિયોમાં કરો સામેલ

LKP SECURITIES ના કુણાલ શાહની શૉર્ટ ટર્મ પિક્સ

Indian Hotels: Buy | LTP: Rs 327 | આ સ્ટૉકમાં 305 રૂપિયાના સ્ટૉપલૉસની સાથે, 355-362 રૂપિયાના લક્ષ્ય માટે ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં 2-3 સપ્ચાહમાં 11 ટકા રિટર્ન મળી શકે છે. તેમણે આગળ કહ્યુ કે વોલ્યુમમાં જંગી વધારા સાથે આ સ્ટૉકમાં ફૉલિંગ ટ્રેન્ડ લાઇનથી મજબૂત બ્રેક આઉટ આપ્યુ છે. સ્ટોકનું મોમેન્ટમ ઑક્સીલેટર ઓવર શોલ્ડર ઝોન થી તેજીથી રિટર્ન થતા દેખાયા છે. જે આ સ્ટોકમાં તેજી આવવાના સંકેત આપી રહ્યા છે.

Jindal Steel & Power: Buy | LTP: Rs 608 | આ સ્ટૉકમાં ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં 2-3 સપ્ચાહમાં 7 ટકા રિટર્ન મળી શકે છે. તેમણે આગળ કહ્યુ કે આ સ્ટૉકે ડેલી ચાર્ટ પર એક ડાઉનવર્ડ કંસોલીડેશન બ્રેકઆઉટ આપ્યુ છે. જો તેમાં તેજી આવવાના સંકેત છે. તેના સિવાય આ શેર ડેલી બેસિસ પર 50 EMA થી ઉપર રહે છે. આ સ્ટૉકમાં 635-650 રૂપિયાના લક્ષ્ય માટે, 580 રૂપિયાના સ્ટૉપલૉસની સાથે ખરીદારી કરો.

Britannia Industries: Buy | LTP: Rs 4,371 | આ સ્ટૉકમાં 4300 રૂપિયાના સ્ટૉપલૉસની સાથે, 4500-4550 રૂપિયાના લક્ષ્ય માટે ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં 2-3 સપ્ચાહમાં 4 ટકા રિટર્ન મળી શકે છે. તેમણે આગળ કહ્યુ કે આ સ્ટૉકમાં ડેલી ચાર્ટ પર એક બુલિશ હરામી પેટર્ન બનાવી લીધી છે જે સ્ટૉકમાં તેજી કાયમ રહેવાના સંકેત છે. તેના સિવાય આ સ્ટૉક ડેલી બેસિસ પર પોતાના 50EMA થી ઉપર ધરાવે છે, જે પણ સ્ટોક માટે સારો સંકેત છે.

ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.

બધા સમાચાર

+ વધુુ વાંચો