Get App

પરિણામો બાદ TCSનો શેર 4% લપસ્યા, અન્ય આઈટી કંપનીઓના શેર પર પણ બન્યું દબાણ

Coforge, Mindtree, Larsen & toubro Infotech અને Mphasisના શેરોમાં 3-4 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.

MoneyControl Newsઅપડેટેડ Jul 11, 2022 પર 5:55 PM
પરિણામો બાદ TCSનો શેર 4% લપસ્યા, અન્ય આઈટી કંપનીઓના શેર પર પણ બન્યું દબાણપરિણામો બાદ TCSનો શેર 4% લપસ્યા, અન્ય આઈટી કંપનીઓના શેર પર પણ બન્યું દબાણ

આજે ઇન્ટ્રા ડે કારોબારમાં નિફ્ટી આઈટી ઇન્ડેક્સમાં 3 ટકાથી વધારે ઘટાડો જોવા મળ્યો છે. દેશના દિગ્ગજ આઈટી કંપની ટીસીએસ (TCS)એ નાણાકીય વર્ષ 2023ને તેના પહેલા ક્વાર્ટરના પરિણામ જાહેર કર્યા છે. પહેલા ક્વાર્ટરમાં કંપનીના એબિટડામાં ક્વાર્ટરના આધાર પર 185 વેસિસ પ્વાઈન્ટનો ઘટાડો જોવા મળ્યો છે અને આ 23.1 ટકા પર રહી છે.

આજે આ ઇન્ટ્રા ડે ટ્રેન્ડમાં એનએસઈ પર ટીસીએસ 4 ટકાથી વધારે તૂટીને 3134 રૂપિયા સુધી જતો જોવા મળ્યો છે. જ્યારે Coforge, Mindtree, Larsen & toubro Infotech અને Mphasisના શેરોમાં 3-4 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે Tech Mahindra, L&T technology Services, Wipro, HCL, technologies અને Infosysના શેરોમાં 2-2.8 ટકાના નબળાઈ આવી છે.

12.33 બાગ્યાની આસપાસ નિફ્ટી આઈટી ઇન્ડેક્સ 3.31 ટકા ઘડીને 27315 ની નજીક જોવા મળી રહ્યો છે. પહેલા ક્વાર્ટરમાં કંપનીનો નફો ક્વાર્ટરના આધાર પર 4.5 ટકા ઘટીને 9478 કરોડ રૂપિયા પર રહ્યો છે. જો કે નાણાકીય વર્ષ 2021-22ના ચોથા ક્વાર્ટરમાંમાં 9926 કરોડ રૂપિયા પર રહ્યો હતો.

આ સમય ગાળામાં કંપનીનો રૂપિયામાં થવા વાળી આવક ક્વાર્ટરના આધાર પર 50591 કરોડ રૂપિયાથી વધીને 52758 કરડો રૂપિયા પર આવી ગઈ છે. પહેલા ક્વાર્ટરમાં કંપનીની આવકમાં ક્વાર્ટરના આધરા પર 4.3 ટકાનો વધારો જોવા મળ્યો છે.

ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર પહેલા ક્વાર્ટરમાં કંપનીના એબિટડા 12628 કરોડ રૂપિયાથી ઘટીને 12186 કરોડ રૂપિયા પર આવી ગઈ છે. જ્યારે એબિટડા માર્જિન ક્વાર્ટરના આધાર પર 24.96 ટકાથી ઘટીને 23.12 ટકા પર આવી ગયો છે.

હવે શું છે બ્રોકરેજની સલાહ

બધા સમાચાર

+ વધુુ વાંચો