Get App

પોઝિટિવ ગ્લોબલ વલણ, રુપિયામાં રિક્વરી આવતા કંપનીઓના શેરોમાં જોવા મળી રેલી

છેલ્લા સપ્તાહમાં બીએસઈ સેન્સેક્સમાં 2.67 ટકાનો વધારો થયો જ્યારે નિફ્ટીમાં 2.62 ટકાની તેજી જોવા મળી

MoneyControl Newsઅપડેટેડ Aug 01, 2022 પર 10:00 AM
પોઝિટિવ ગ્લોબલ વલણ, રુપિયામાં રિક્વરી આવતા કંપનીઓના શેરોમાં જોવા મળી રેલીપોઝિટિવ ગ્લોબલ વલણ, રુપિયામાં રિક્વરી આવતા કંપનીઓના શેરોમાં જોવા મળી રેલી

શુક્રવાર 29 જુલાઈના પૂરા થતા કારોબારી સપ્તાહ દરમિયાન ભારતીય ઈક્વિટી બજારમાં 2 ટકાથી વધુની વૃદ્ધી જોવા મળી. યુએસ ફેડની આશા મુજબ વ્યાજદરો વધાર્યા. પોઝિટિવ ગ્લોબલ વલણ દ્વારા ભારતીય બજારોમાં તેજી જોવા મળી. ભારતીય રુપિયમાં રિકવરી, ભારતીય ઉદ્યોગ જગતમાંથી સારા ત્રિમાસિક પરિણામો અને સ્થાનિક બજારોમાં FIIs ફરીથી આવવાથી રોકાણકારોના સેન્ટીમેન્ટને સપોર્ટ મળ્યો.

છેલ્લા સપ્તાહમાં બીએસઈ સેન્સેક્સ 1,498.02 અંક ( 2.67 ટકા) ઉછળીને 57,570.25 પર બંધ થયો. જ્યારે નિફ્ટી 50 438.85 અંક (2.62 ટકા) ની તેજી સાથે 17158.3 ના સ્તર પર બંધ થયો. જો કે જુલાઈ મહિનામાં બંને મુખ્ય ઈન્ડેક્સમાં 8.5 ટકાની તેજી આવી.

બીએસીઈ લાર્જ કેપ ઈન્ડેક્સમાં 2.5 ટકાની તેજી આવી. તેમાં Bajaj Finserv, Bajaj Finance, Tata Steel, SBI Life Insureance Company, Induslnd Bank ના શેરોમાં મજબૂતી આવી. જ્યારે Zomatom PB Fintech, One 97 Communications Paytm અને Dr Reddy’s Laboratories ના શેર નબળા જોવા મળ્યા.

બીએસઈ મીડ કેપ ઈન્ડેક્સમાં 1.6 ટકા મજબૂત થયો. તેમાં Hindustan Aeronautics, Jindal Steel & Power, Bajaj Holdings & Investment, Page Industries, Nuvoco Vistas Corporation, Adani Power અને Sun TV Network માં તેજી જોવા મળી. જ્યારે Mahindra & Mahindra Financial Services, Shriram Transport Finance Corporation, GlaxoSmithKline Pharmaceuticals, Biocon અને Indraprastha Gasમાં ઘટાડો જોવા મળ્યો.

બીએસઈ સ્મોલ કેપ ઈન્ડેક્સમાં 1 ટકાની તેજી રહી. તેમાં Cerebra Integrated Technologies, Yaari Digital Integrated Servieces, D-Link India, Astra Microwave Products, Diamines and Chemicals, Sree Rayalaseema Hi Strength, Navin Fluorine International અને Suryoday Small Finance Bank અન્ય શેરોમાં 15-27 ટકાની તેજી જોવા મળી. જ્યારે Tanla Platforms, Sharda Cropchem, Steel Exchange India, Bajaj Hindusthan Sugar અને Hindustan Foods જેવા શેર 15-6 ટકા તૂટ્યા.

બીએસઈ સેન્સેક્સના શેરમાં Tata Consultancy Services, Bajaj Finserv અને Asian Paints ની માર્કેટ કેપ સૌથી વધુ વધી. બીજી તરફ Dr Reddy’s Laboratories, Kotak Mahindra Bank અને Mahindra and Mahindraની માર્કેટ કેપ સૌથી વધુ ઘટી.

બધા સમાચાર

+ વધુુ વાંચો