કાચા તેલના ભાવમાં ઘટાડો અને રૂપિયામાં મજબૂતાઈને કારણે શેરબજારને જોરદાર સપોર્ટ મળ્યો છે. આ સપોર્ટના કારણે સેન્સેક્સ 900 પોઈન્ટથી વધુ ઉછળ્યો, જ્યારે નિફ્ટી પણ 22,900ની નજીક પહોંચી ગયો. જોકે, વ્યાપક બજારમાં વેચવાલીનું દબાણ જોવા મળી રહ્યું છે. નિફ્ટી મિડકેપ 100માં લગભગ અડધા ટકા અને નિફ્ટી સ્મોલકેપ 100માં લગભગ 1%નો ઘટાડો નોંધાયો છે.

