Get App

Adani Ports Q1 Results: નફામાં 10%નો જંગી ઉછાળો, 3650 કરોડની કમાણી સાથે અદાણીએ રજૂ કર્યો 2030નો મેગા પ્લાન

Adani Portsના બમ્પર ક્વાર્ટર 1ના પરિણામો જાહેર. જૂન 2026 ક્વાર્ટરમાં કંપનીનો નફો 10% વધીને 3650 કરોડ પર પહોંચ્યો. સાથે જ 2030 સુધીનો અત્યાર સુધીનો સૌથી મોટો બિઝનેસ પ્લાન રજૂ કર્યો છે. જાણો લેટેસ્ટ અપડેટ.

MoneyControl Newsઅપડેટેડ Jul 29, 2026 પર 2:26 PM
Adani Ports Q1 Results: નફામાં 10%નો જંગી ઉછાળો, 3650 કરોડની કમાણી સાથે અદાણીએ રજૂ કર્યો 2030નો મેગા પ્લાનAdani Ports Q1 Results: નફામાં 10%નો જંગી ઉછાળો, 3650 કરોડની કમાણી સાથે અદાણીએ રજૂ કર્યો 2030નો મેગા પ્લાન
કંપનીના ઇન્ટરનેશનલ પોર્ટ બિઝનેસના આંકડા પણ ઐતિહાસિક રહ્યા છે. વિદેશી બિઝનેસની આવક 80% ઉછળીને 1,747 કરોડ થઈ ગઈ છે. EBITDAમાં 256% નો તોતિંગ ઉછાળો આવ્યો છે અને તે 730 કરોડ થયો છે.

Adani Ports Q1 Results: શેરબજારના રોકાણકારો માટે અદાણી ગ્રુપ તરફથી મોટા સમાચાર આવ્યા છે. અદાણી ગ્રુપની દિગ્ગજ કંપની અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોનએ ચાલુ નાણાકીય વર્ષ 2027 ના પ્રથમ ક્વાર્ટર (એપ્રિલ-જૂન 2026) ના પરિણામો જાહેર કર્યા છે. કંપનીના સ્થાનિક અને વિદેશી બિઝનેસમાં જોરદાર તેજી જોવા મળી છે, જેના કારણે કંપનીના નફા અને આવકમાં મોટો ઉછાળો આવ્યો છે.

જોકે, આ શાનદાર પરિણામો છતાં શેરમાં આજે થોડું દબાણ જોવા મળ્યું હતું. હાલમાં BSE પર અદાણી પોર્ટ્સનો શેર 3.59%ના ઘટાડા સાથે 1713.35 પર ટ્રેડ કરી રહ્યો છે. ચાલો જાણીએ કંપનીના પરિણામની મહત્વની વાતો.

Q1 રિઝલ્ટની મુખ્ય હાઇલાઇટ્સ

ચોખ્ખો નફો: જૂન 2026 ના ક્વાર્ટરમાં કંપનીનો નફો 10% ઉછળીને 3650 કરોડ પર પહોંચી ગયો છે, જે ગયા વર્ષે સમાન ક્વાર્ટરમાં 3311 કરોડ હતો.

કુલ આવક: ઓપરેશન્સમાંથી થતી આવકમાં 19% નો વધારો થયો છે અને તે 10,821 કરોડ પર પહોંચી છે.

ઓપરેટિંગ નફો : આ આંકડો પણ 19% વધીને 6,541 કરોડ રહ્યો છે. કંપનીનું માર્જિન 60.2% થી સુધરીને 60.4% થઈ ગયું છે.

સ્થાનિક પોર્ટ બિઝનેસમાં દબદબો કાયમ

બધા સમાચાર

+ વધુુ વાંચો