Tata Motors PV : જો તમે નવી કાર ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યા છો, તો તમારા માટે એક ખૂબ જ મહત્ત્વના સમાચાર છે. મારુતિ સુઝુકી અને હ્યુન્ડાઈ બાદ હવે દેશની દિગ્ગજ ઓટોમોબાઈલ કંપની ટાટા મોટર્સે પણ પોતાના ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. કંપનીએ 1 સપ્ટેમ્બરથી પોતાની પેસેન્જર વ્હીકલ અને ઈલેક્ટ્રિક કારની કિંમતોમાં વધારો કરવાની સત્તાવાર જાહેરાત કરી છે.

