Global Market : વિશ્વભરના શેરબજારોમાંથી આજે મિશ્ર સંકેતો મળી રહ્યા છે. એક તરફ અમેરિકી બજારમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ એશિયન બજારોમાં સાવચેતીનો સુર છે. ખાસ કરીને અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ વિરામની વધતી આશાને કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે, જેની અસર વૈશ્વિક અર્થતંત્ર પર પડી શકે છે.

