Get App

એશિયન બજારોમાં હાહાકાર: દક્ષિણ કોરિયાનું શેરબજાર 8% ક્રેશ, ટ્રેડિંગ રોકવું પડ્યું, જાપાન-ચીન ગગડ્યા, પણ ભારતમાં IT શેરોની ઉડાન

ગ્લોબલ માર્કેટમાં મોટો ભૂકંપ! દક્ષિણ કોરિયાનું શેરબજાર 8% ક્રેશ થતા 20 મિનિટ ટ્રેડિંગ રોકવું પડ્યું. જાપાન-ચીનમાં પણ મોટો ઘટાડો. જોકે, ભારત અને તેના IT શેરોમાં શાનદાર તેજી.

MoneyControl Newsઅપડેટેડ Jul 02, 2026 પર 3:22 PM
એશિયન બજારોમાં હાહાકાર: દક્ષિણ કોરિયાનું શેરબજાર 8% ક્રેશ, ટ્રેડિંગ રોકવું પડ્યું, જાપાન-ચીન ગગડ્યા, પણ ભારતમાં IT શેરોની ઉડાનએશિયન બજારોમાં હાહાકાર: દક્ષિણ કોરિયાનું શેરબજાર 8% ક્રેશ, ટ્રેડિંગ રોકવું પડ્યું, જાપાન-ચીન ગગડ્યા, પણ ભારતમાં IT શેરોની ઉડાન
દક્ષિણ કોરિયાના શેરબજારનો મુખ્ય સૂચકાંક કોસ્પી ઇન્ટ્રા-ડેમાં સીધો 8 ટકા ક્રેશ થઈ ગયો હતો. આ કડાકો એટલો ભયંકર હતો કે માર્કેટમાં પેનિક રોકવા માટે 20 મિનિટ સુધી ટ્રેડિંગ અટકાવી દેવું પડ્યું હતું.

South Korea market crash: વિશ્વભરના રોકાણકારો માટે આજે એશિયન બજારોમાંથી અત્યંત ખરાબ સમાચાર આવ્યા છે. 2 જુલાઈના રોજ દક્ષિણ કોરિયાના શેરબજારમાં એવો ઐતિહાસિક કડાકો બોલ્યો કે માર્કેટમાં થોડા સમય માટે કામકાજ જ રોકી દેવું પડ્યું. ચીન અને જાપાનના બજારોમાં પણ ભારે વેચવાલી જોવા મળી છે. જોકે, ગ્લોબલ માર્કેટમાં ચાલી રહેલા આ હાહાકાર વચ્ચે ભારતીય શેરબજારમાં ઉલટી ગંગા વહી રહી છે, જ્યાં IT કંપનીઓના શેરોએ રોકાણકારોને માલામાલ કરી દીધા છે.

દક્ષિણ કોરિયાનું બજાર 8% તૂટ્યું, 20 મિનિટ ટ્રેડિંગ બંધ

દક્ષિણ કોરિયાના શેરબજારનો મુખ્ય સૂચકાંક કોસ્પી ઇન્ટ્રા-ડેમાં સીધો 8 ટકા ક્રેશ થઈ ગયો હતો. આ કડાકો એટલો ભયંકર હતો કે માર્કેટમાં પેનિક રોકવા માટે 20 મિનિટ સુધી ટ્રેડિંગ અટકાવી દેવું પડ્યું હતું. જોકે, 20 મિનિટ બાદ જ્યારે ટ્રેડિંગ ફરી શરૂ થયું, ત્યારે પણ વેચવાલીનું દબાણ ચાલુ જ રહ્યું. દિવસના અંતે કોસ્પી 7.89 ટકાના તોતિંગ ઘટાડા સાથે 7,648 ના સ્તર પર બંધ થયો. નોંધનીય છે કે બજારમાં આ મોટા ઘટાડાનો આ સતત બીજો દિવસ છે.

સેમસંગ અને SK Hynix ના શેરોએ બજાર ડુબાડ્યું

કોરિયન માર્કેટના આ ઐતિહાસિક કડાકા પાછળ ચિપબનાવતી કંપનીઓ મુખ્ય જવાબદાર છે.

SK Hynix: આ શેર 14.57 ટકા તૂટીને બંધ થયો. માત્ર એક જ સપ્તાહમાં આ શેરમાં 23 ટકાથી વધુનું ગાબડું પડ્યું છે.

Samsung Electronics: સેમસંગનો શેર 2 જુલાઈએ 9.06 ટકા ગગડ્યો. છેલ્લા એક સપ્તાહમાં આ શેર 19.21 ટકા તૂટી ચૂક્યો છે. કોસ્પી ઈન્ડેક્સમાં આ બંને કંપનીઓનું વજન (વેઈટેજ) અડધા કરતા પણ વધુ છે, તેથી આ શેરો તૂટતા આખું બજાર ક્રેશ થઈ ગયું.

બધા સમાચાર

+ વધુુ વાંચો