Get App

SEBI નો સપાટો: 144 કરોડના 'પંપ એન્ડ ડમ્પ' કૌભાંડનો પર્દાફાશ, Zomato ઓર્ડર અને ફ્લાઈટ ટિકિટે ખોલી પોલ, માસ્ટરમાઈન્ડને 10 કરોડનો દંડ

સેબીએ શેરબજારમાં 144 કરોડ રૂપિયાના મોટા પંપ એન્ડ ડમ્પ કૌભાંડમાં ફાઈનલ ઓર્ડર જારી કર્યો છે. ઝોમેટો ઓર્ડર અને ઈન્ડિગોની ટિકિટથી કેવી રીતે માસ્ટરમાઈન્ડ પકડાયો? જાણો સંપૂર્ણ વિગત.

MoneyControl Newsઅપડેટેડ Jul 02, 2026 પર 12:47 PM
SEBI નો સપાટો: 144 કરોડના 'પંપ એન્ડ ડમ્પ' કૌભાંડનો પર્દાફાશ, Zomato ઓર્ડર અને ફ્લાઈટ ટિકિટે ખોલી પોલ, માસ્ટરમાઈન્ડને 10 કરોડનો દંડSEBI નો સપાટો: 144 કરોડના 'પંપ એન્ડ ડમ્પ' કૌભાંડનો પર્દાફાશ, Zomato ઓર્ડર અને ફ્લાઈટ ટિકિટે ખોલી પોલ, માસ્ટરમાઈન્ડને 10 કરોડનો દંડ
રોકાણકારોને ફસાવવા માટે બનાવવામાં આવેલી પ્રમોશનલ વેબસાઇટ કોણ ચલાવે છે, તે જાણવા સેબીએ ગોડેડી (GoDaddy) ડોમેન રેકોર્ડ અને માર્કેટિંગ એજન્સીના બિલો ચેક કર્યા.

શેરબજારમાં ખોટી રીતે પૈસા કમાતા લોકો સામે માર્કેટ રેગ્યુલેટર સેબીએ લાલ આંખ કરી છે. સેબીએ 144 કરોડ રૂપિયાના 'પંપ એન્ડ ડમ્પ' કૌભાંડમાં પોતાનો ફાઈનલ ઓર્ડર જારી કરી દીધો છે. આ કૌભાંડમાં 226 જેટલી એન્ટિટી સામેલ હતી. સેબીએ કડક કાર્યવાહી કરતા તમામ 144 કરોડ રૂપિયા જપ્ત કરવાનો આદેશ આપ્યો છે. આ કૌભાંડ શેરબજારના ઇતિહાસના સૌથી મોટા કૌભાંડોમાંનું એક માનવામાં આવે છે.

સેબીનો ફાઈનલ ઓર્ડર શું છે?

સેબીના આદેશ મુજબ, રોકાણકારોને છેતરીને કમાયેલા 144 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવશે. આ મહાકૌભાંડના માસ્ટરમાઈન્ડ હનીફ શેખ પર શેરબજારમાં ટ્રેડિંગ કરવા પર 7 વર્ષનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ ઉપરાંત તેની પર 10 કરોડ રૂપિયાનો જંગી દંડ પણ ફટકારવામાં આવ્યો છે. કૌભાંડમાં સામેલ અન્ય આરોપીઓ પર 4 થી 6 વર્ષનો બેન મુકાયો છે અને તેમની પર 5 લાખથી લઈને 2 કરોડ રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવ્યો છે.

આ 5 શેરોમાં રમાયો હતો ખેલ

વર્ષ 2017 થી 2020 વચ્ચે આરોપીઓએ 5 કંપનીઓના શેરોમાં હેરફેર કરીને સામાન્ય રોકાણકારોને લૂંટ્યા હતા. આ શેરોમાં નીચેની કંપનીઓ સામેલ છે:

મૌરિયા ઉદ્યોગ

વિશાલ ફેબ્રિક્સ

બધા સમાચાર

+ વધુુ વાંચો