Bank Nifty trend: પ્રાઇવેટ બેંકોના ત્રિમાસિક પરિણામો જાહેર થાય તે પહેલાં જ બેંક નિફ્ટીમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 17 જુલાઈના રોજ બેંક નિફ્ટીમાં લગભગ 1%નો ઉછાળો આવ્યો અને તેણે ફરીથી 58,000નો આંકડો પાર કરી લીધો છે. માર્કેટમાં આ તેજી પાછળનું મુખ્ય કારણ મોટી બેંકોના આવનારા રિઝલ્ટ અને લોન ગ્રોથમાં થયેલો વધારો છે.

