Get App

Share Market Today: ટ્રેડિંગ કરતા પહેલા જાણી લો બજારના સંકેતો, ગ્લોબલ માર્કેટ અને RBIના નિર્ણયોની જોવા મળશે અસર

આજના શેરબજારમાં કોઈ પણ ટ્રેડ લેતા પહેલા ગ્લોબલ માર્કેટના સંકેતો, RBI મોનેટરી પોલિસી અને FII/DII ના લેટેસ્ટ આંકડા વિશે જાણો. ચેક કરો સેન્સેક્સ અને નિફ્ટીનું આજનું ઓપનિંગ.

MoneyControl Newsઅપડેટેડ Jun 05, 2026 પર 8:55 AM
Share Market Today: ટ્રેડિંગ કરતા પહેલા જાણી લો બજારના સંકેતો, ગ્લોબલ માર્કેટ અને RBIના નિર્ણયોની જોવા મળશે અસરShare Market Today: ટ્રેડિંગ કરતા પહેલા જાણી લો બજારના સંકેતો, ગ્લોબલ માર્કેટ અને RBIના નિર્ણયોની જોવા મળશે અસર
અમેરિકન ડોલર સામે એશિયન કરન્સીમાં મિશ્ર ટ્રેન્ડ છે. ડોલર મજબૂત થતા મોટાભાગની એશિયન કરન્સી દબાણમાં છે.

Share Market Today : ભારતીય શેરબજાર5 જૂનના રોજ મામૂલી સુસ્તી સાથે ખૂલે તેવી પૂરી શક્યતા છે. ગિફ્ટ નિફ્ટી તરફથી મળી રહેલા શરૂઆતી સંકેતો પણ આ જ દિશામાં ઈશારો કરી રહ્યા છે. આજે કોઈ પણ ટ્રેડ લેતા પહેલા રોકાણકારોએ દેશ અને દુનિયાના એવા મહત્વના સમાચારો પર નજર નાખવી જરૂરી છે, જે આજના બજારની દિશા નક્કી કરી શકે છે.

માર્કેટ ઓવરવ્યૂ: ગત સત્રમાં બજાર કેમ સપાટ રહ્યું?

4 જૂનના રોજ ભારતીય શેરબજાર એકદમ સપાટ બંધ થયું હતું. આની પાછળનું મુખ્ય કારણ 5 જૂને આવનારા રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોનેટરી પોલિસીના નિર્ણયો હતા, જેને લઈને રોકાણકારો સાવચેત જોવા મળ્યા હતા. આ ઉપરાંત અમેરિકા-ઈરાન વચ્ચે ચાલી રહેલી શાંતિ મંત્રણા અને ભારત-અમેરિકા ટ્રેડ એગ્રીમેન્ટની અનિશ્ચિતતાઓએ પણ બજારના સેન્ટિમેન્ટ પર અસર પાડી હતી. ગત સત્રમાં સેન્સેક્સ 13.84 પોઈન્ટ ધીને 74,360.01 પર અને નિફ્ટી 10.95 પોઈન્ટના મામૂલી વધારા સાથે 23,416.55 ના સ્તરે બંધ થયો હતો.

ગિફ્ટ નિફ્ટી અને એશિયન બજારોની સ્થિતિ

આજે સવારે 08.20 વાગ્યાની આસપાસ ગિફ્ટ નિફ્ટી 16.50 પોઈન્ટના મામૂલી વધારા સાથે 23,560.50 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો. જોકે, એશિયન બજારોમાં નબળાઈ જોવા મળી રહી છે.

જાપાનનો નિક્કેઈ 1.37% તૂટ્યો છે. સ્ટ્રેટ ટાઈમ્સમાં 0.13% અને હેંગ સેંગમાં 0.61% નો ઘટાડો નોંધાયો છે. તાઈવાન માર્કેટ 0.54% નબળું પડ્યું છે, જ્યારે શાંઘાઈ કમ્પોઝિટ 0.27% ના વધારા સાથે ગ્રીન ઝોનમાં છે.

અમેરિકન બજારોમાં મિશ્ર પ્રતિસાદ

બધા સમાચાર

+ વધુુ વાંચો