Get App

શેરબજારના રોકાણકારો માટે મોટા સમાચાર: 3 વર્ષમાં BSE 1000ના 65% શેરોનું રિટર્ન ઝીરો, અડધા શેરોએ 5 વર્ષની કમાણી પણ ગુમાવી

Indian Share Market: ભારતીય શેરબજારમાં ભારે ઘટાડાને કારણે લાંબા ગાળાના રોકાણકારોને મોટું નુકસાન થયું છે. BSE 1000ના 65% શેરોએ 3 વર્ષમાં નેગેટિવ રિટર્ન આપ્યું છે. જાણો માર્કેટમાં કડાકાના મુખ્ય કારણો.

MoneyControl Newsઅપડેટેડ Mar 20, 2026 પર 10:11 AM
શેરબજારના રોકાણકારો માટે મોટા સમાચાર: 3 વર્ષમાં BSE 1000ના 65% શેરોનું રિટર્ન ઝીરો, અડધા શેરોએ 5 વર્ષની કમાણી પણ ગુમાવીશેરબજારના રોકાણકારો માટે મોટા સમાચાર: 3 વર્ષમાં BSE 1000ના 65% શેરોનું રિટર્ન ઝીરો, અડધા શેરોએ 5 વર્ષની કમાણી પણ ગુમાવી
Indian Share Market: ભારતીય શેરબજારમાં ભારે ઘટાડાને કારણે લાંબા ગાળાના રોકાણકારોને મોટું નુકસાન થયું છે.

Stock Market Crash: ભારતીય શેરબજારમાં છેલ્લા કેટલાક સમયથી જે ઘટાડાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે, તેની સીધી અસર હવે લાંબા ગાળાના (Long Term) રોકાણકારોના પોર્ટફોલિયો પર પડવા લાગી છે. દુનિયાભરમાં ચાલી રહેલા યુદ્ધ અને ભૌગોલિક તણાવ, ક્રૂડ ઓઈલના આસમાને પહોંચેલા ભાવ અને વિદેશી રોકાણકારો (FII) દ્વારા થઈ રહેલી સતત વેચવાલીને કારણે બજારમાં મોટી સંખ્યામાં શેરોનું રિટર્ન નેગેટિવ થઈ ગયું છે.

તાજેતરના આંકડાઓ પર નજર કરીએ તો, BSE 1000 ઇન્ડેક્સના લગભગ 65% શેરો એવા છે જેમણે છેલ્લા 3 વર્ષના CAGR (કમ્પાઉન્ડ એન્યુઅલ ગ્રોથ રેટ) ના આધારે રોકાણકારોને નેગેટિવ રિટર્ન આપ્યું છે. આટલું જ નહીં, લગભગ અડધા શેરો તો એવા છે જેમણે પોતાની 5 વર્ષની કમાણી પણ સંપૂર્ણપણે ગુમાવી દીધી છે.

BSE 1000: 3 વર્ષ અને 5 વર્ષના રિટર્નનો ચોંકાવનારો ડેટા

જો આપણે આ 65% નુકસાન કરાવતા શેરોનું વિશ્લેષણ કરીએ, તો 3 વર્ષના સમયગાળામાં રોકાણકારોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. 258 શેરો એવા છે જેમણે 3 વર્ષના CAGR બેઝ પર 1 થી 10% નું નેગેટિવ રિટર્ન આપ્યું છે. 168 શેરોમાં 10 થી 20%ની વચ્ચે ઘટાડો જોવા મળ્યો છે. 119 શેરો 20થી 50%ની રેન્જમાં તૂટ્યા છે. આ ઉપરાંત, 119 શેરો એવા છે જેમાં છેલ્લા 3 વર્ષમાં કોઈ જ હલચલ જોવા મળી નથી એટલે કે તેમણે ફ્લેટ (શૂન્ય) રિટર્ન આપ્યું છે.

5 વર્ષના લાંબા સમયગાળાની વાત કરીએ તો પણ સ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે. 5 વર્ષના CAGR આધારે:

* 205 શેરો એ 1 થી 10% નું નુકસાન કરાવ્યું છે.

* 95 શેરો માં 10 થી 20% નો ઘટાડો નોંધાયો છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો