FMCG સેક્ટરની કંપની Bajaj Consumer Careના શેરધારકો માટે 9 નવેમ્બરનો દિવસ સારો રહ્યો છે. સોમવારના ટ્રેડિંગ સેશન દરમિયાન કંપનીના શેરમાં જોરદાર ખરીદી જોવા મળી હતી અને શેરનો ભાવ અગાઉના બંધ ભાવની સરખામણીએ 9 ટકા સુધી ઉછળ્યો હતો. BSE પર શેર ₹448 ની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો.

