બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.


બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
IndiGo
ઈન્ડિગોના CEO પીટર એલ્બર્સને કારણ બતાવો નોટિસ મળી. DGCA એ CEO સહિત બે અધિકારીઓને નોટિસ ફટકારી. કંપનીના COO, ઇસિદ્રે પોર્કેરાસ ને પણ નોટિસ મળી. એર સંચાલનમાં નિષ્ફળતાને કારણે નોટિસ મળી. યોજના અને દેખરેખમાં ખામીઓને કારણે નોટિસ મળી. DGCA એ મેનેજમેન્ટમાં ગંભીર ખામીઓનો ઉલ્લેખ કર્યો. DGCA એ પૂછ્યું કે શા માટે કાર્યવાહી ન કરવી જોઈએ. કંપનીએ 7 ડિસેમ્બર સુધીમાં નોટિસનો જવાબ આપ્યો ન હતો. હવે, કંપનીને આજે સાંજે 6 વાગ્યા સુધીમાં નોટિસ રજૂ કરવી પડશે. જો નોટિસમાં વિલંબ થશે તો DGCA ગંભીર પગલાં લેશે. ઇન્ડિગો કેસમાં સંસદીય પેનલ સમન્સ ઈશ્યુ કરી શકે. ઇન્ડિગો અને DGCA ના ઉચ્ચ અધિકારીઓને સમન્સ મોકલવાની શક્યતા. સંસદીય સ્થાયી કમિટી સ્પષ્ટતા માંગી શકે. ટ્રાન્સપોર્ટ, ટૂરિઝમ અને કલ્ચર પર સંસદીય સ્થાયી કમિટી બની છે. સંસદીય પેનલ હવાઈ મુસાફરોની સમસ્યાઓ અંગે ચિંતિત. PMO અધિકારીઓએ એરપોર્ટ પર પરિસ્થિતિની સમીક્ષા કરી. ફ્લાઇટ વિક્ષેપથી ઉભી થયેલી પરિસ્થિતિની સમીક્ષા કરી. PMO અધિકારીઓએ ઇન્ડિગો અને તેના CEO પાસેથી જવાબો માંગ્યા. ઈન્ડિયોના CEOએ PMOના અધિકારીઓને માહિતી આપી. PMOને સામાન્ય ફ્લાઇટ કામગીરી પુનઃસ્થાપિત કરવા અંગે માહિતી આપી.
Eternal
Eternalમાં મોટી બ્લૉક ડીલ શક્ય છે. undisclosed સંસ્થાકીય રોકાણકાર 0.5% હિસ્સો વેચી શકે છે. ₹1500 કરોડમાં 0.5% હિસ્સો વેચી શકે છે. બ્લૉક ડીલ માટે ફ્લોર પ્રાઈસ ₹289.5 પ્રતિશેર શક્ય છે.
ITC Hotels
BAT યુનિટએ ITC હોટેલ્સમાં 9% હિસ્સો ₹3856 કરોડમાં વેચ્યો. BAT એટલે કે British American Tobacco's three affiliates. ₹205.65 પ્રતિશેરના ભાવ પર હિસ્સો વેચ્યો છે. HCL કેપિટલએ 7% હિસ્સો ₹2998 પ્રતિશેરમાં ખરીદ્યો. નિપ્પોન ઈન્ડિયા MFએ ₹530 કરોડ માટે 1.2% હિસ્સો ખરીદ્યો.
Biocon
સબ્સિડરી BBLને પૂરી રીતે ઈન્ટીગ્રેટ કરશે. બાયોકોન બાયોલોજિક્સમાં બાકી હિસ્સો ખરીદશે. શેર સ્વેપ દ્વારા $550 Crમાં હિસ્સો ખરીદશે. હિસ્સો ખરીદવા માટે સ્વેપ પ્રાઈસ ₹406 પ્રતિશેરના નક્કી કર્યા છે. 31 માર્ચ 2026 સુધી ઈન્ટીગ્રેટ પૂરૂ થવાની યોજના છે. બાયોકોન બોર્ડ પાસેથી ₹4500 કરોડ એકત્ર કરવા મંજૂરી છે. સ્વેપ રેશ્યો અને QIP દ્વારા ફંડ એકત્ર કરવા મંજૂરી મળી. દવા માટે મંજૂરી મળી. US FDA દ્વારા Carbidopa & Levodopa દવા માટે મંજૂરી મળી. Parkinsonના ઉપયોગ માટે દવાનો ઉપયોગ કરશે.
Ashoka Buildcon
BMC પાસેથી ₹447.2 કરોડનો વધારાનો ઓર્ડર મળ્યો. સાયન-પનવેલ હાઈવે પ્રોજેક્ટ માટે વધારોનો ઓર્ડર મળ્યો.
Lenskart
કંપનીનો 1 મહિનાનો લોક-ઈન આજે પૂરો થશે. 2% ઈક્વિટી ટ્રેડ માટે ઉપલ્બધ થશે. ₹1701 કરોડના શેર્સ ટ્રેડ માટે ઉપલ્બધ થશે.
Cochin Shipyard
કંપનીને ડેનમાર્ક સ્થિત સ્વિટ્ઝર પાસેથી ઓર્ડર મળ્યો. એડવાન્સ ઇલેક્ટ્રિક TRAnsverse ટગ્સના નિર્માણ માટે ઓર્ડર મળ્યો. કંપનીને ₹250-₹500Cr નો નોંધપાત્ર ઓર્ડર મળ્યો.
NBCC
ગ્રેટર નોઈડામાં E-ઓક્શન દ્વારા 175 રેશિડેન્શિયલ યુનિટ્સ ₹485.41 કરોડમાં વેચ્યા.
MTAR Technologies
MEIL પાસેથી ₹194 Crનો સ્થાનિક ઓર્ડર મળ્યો. MEIL એટલે કે મેઘા એન્જિનિયરિંગ & ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ લિમિટેડ છે. ન્યુક્લિયર પાવર કમ્પોનેન્ટ માટે ઓર્ડર મળ્યો. પ્રોજેક્ટ એપ્રિલ 2028 સુધીમાં પૂરો કરવાની યોજના છે.
Zen Technologies
ડિફેન્સ મંત્રાલય પાસેથી ₹120 કરોડનો ઓર્ડર મળ્યો. મધ્ય પ્રદેશમાં combat training node માટે ઓર્ડર મળ્યો.
RailTel
MEA પાસેથી ₹14 કરોડનો ઈન્ટરનેશનલ ઓર્ડર મળ્યો. AI-enabled laptops માટે ઓર્ડર મળ્યો.
TVS Motor
advanced rider safety માટે એજિસ રાઇડર વિઝન AR HUD હેલ્મેટનું અનાવરણ કર્યું. TVS રેસિંગે ઓફરોડ ટ્રેનિંગ એકેડેમી' શરૂ કરવા માટે MT હેલ્મેટ્સ સાથે કરાર કર્યા.
Ola Electric
4680 ભારત સેલ powered વ્હીલ્સની મોટા પ્રમાણમાં ડિલિવરી શરૂ કરી. ભારત સેલ બેટરી દ્વારા S1 Pro+ સ્કૂટર્સની માસ ડિલિવરી શરૂ કરી. ભારતની પ્રથમ EV કંપની બની છે જે બેટરી અને સેલ ઉત્પાદનની સંપૂર્ણ માલિકી ધરાવે છે.
HFCL
US ગ્રાહક પાસેથી ₹656 કરોડનો ઈન્ટરનેશનલ ઓર્ડર મળ્યો. ઓપ્ટિકલ ફાઇબર કેબલના સપ્લાય માટે ઓર્ડર મળ્યો.
Landmark Cars
BYD સાથે સબ્સિડરીએ કરાર વધાર્યા. પુણેમાં નવા શોરૂમ અને વર્કશોપ માટે કરાર વધાર્યા.
CEAT
NCDs દ્વારા ₹250 કરોડથી વધુ ફંડ એકત્ર કરવા માટે મંજૂરી આપી.
Jubilant Foodworks
IT વિભાગે FY21 માટે ટેક્સ માંગ ₹216 કરોડથી ઘટાડીને ₹190 કરોડ કરી.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.