બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.


બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
Meesho
મોટી બ્લૉક ડીલ શક્ય: સૂત્રો દ્વારા જાણવા મળ્યુ છે કે Meeshoમાં બ્લૉક ડીલની સાઈઝ વધી. બ્લૉક ડીલ $151 Mn થી વધારી $173 Mn થઈ. SVF II MeerKat હિસ્સો વેચી શકે છે. સોફ્ટ બેન્કની એન્ટીટી છે SVF II MeerKat. બ્લૉક ડીલ માટે ફ્લોર પ્રાઈસ ₹205 પ્રતિશેર છે. CMPથી 3.1% ડિસ્કાઉન્ટ પર ફ્લોર પ્રાઈસ છે.
POWER GRID
રાજસ્થાન સરકાર પાસેથી ₹3244 કરોડનો LoI મળ્યો. રાજસ્થાન રિન્યુએબલ એનર્જી ઝોનમાંથી ઇન્ટર-સ્ટેટ ટ્રાન્સમિશન સિસ્ટમ શરૂ કરવા માટે LoI મળ્યો.
ICICI Prudential Life
ICICI પ્રુડેન્શિયલ લાઇફ ઇન્શ્યોરન્સ માં ICICI બેન્કે 2% હિસ્સો ખરીદ્યો. ₹1,470 Crમાં 2% હિસ્સોનું અધિગ્રહણ કર્યું. 22 જુલાઈ 2026 થી 2 સપ્ટેમ્બર 2026 દરમિયાન વિવિધ તબક્કામાં હિસ્સો ખરીદ્યો. અધિગ્રહણ બાદ ICICI પ્રુડેન્શિયલ લાઇફમાં હિસ્સો 52.8% થયો.
KIRLOSKAR OIL ENGINES
જર્મની કંપની DEUTZ સાથે સ્ટ્રેટેજિક કરાર કર્યા. 1.6 લિટર એન્જિન પ્લેટફોર્મ માટે સ્ટ્રેટેજિક કરાર કર્યા. DEUTZ એ જર્મનીના કોલોનમાં સ્થિત એક અગ્રણી વૈશ્વિક એન્જિન ઉત્પાદક અને ડ્રાઇવ સિસ્ટમ નિષ્ણાત કંપની છે. આ કરારથી તેઓ યુરોપ અને નોર્થ અમેરિકા જેવા માર્કેટમાં પોતાના પ્રોડક્ટ્સ વેચી શકશે. કરારથી KOELની એન્જિનિયરિંગ અને મેન્યુફેક્ચરિંગ ક્ષમતાઓને DEUTZના ગ્લોબલ સેલ્સ અને સર્વિસ નેટવર્કનો ફાયદો મળશે.
NHPC
NHPCને BGS-SGS-SOMA કેસમાં આર્બિટ્રલ એવોર્ડ મળ્યો. સુબનસિરી લોઅર હાઈડ્રોઈલેક્ટ્રિક 2000 MW ના પ્રોજેક્ટને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. ₹797 Cr અને 28.7 Lk યૂરોના ક્લેમ કર્યો હતો. આર્બિટ્રેશન પેનલે દાવો કરેલી રકમમાંથી લગભગ અડધી રકમ ચૂકવવાનો ચુકાદો આપ્યો. ATએ ₹392 Cr અને 15.3 લાખ યૂરો ચુકવવાનો આદેશ આપ્યો. NHPCએ કહ્યું CERC ટેરિફ રેગ્યુલેશન્સ, 2024 હેઠળ, આ એવોર્ડેડ રકમ પ્રોજેક્ટ કોસ્ટ તરીકે માન્ય છે. CERC એટલે કે સેન્ટ્રલ ઈલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન. આ રકમ ટેરિફ મારફતે રિકવર કરી શકાય તેવી છે.
Page Industries
દુબઈ કોર્ટ પાસેથી ₹294 Crથી વધુ 9% પ્રતિ વર્ષ વ્યાજની નોટિસ મળી. ડિસ્ટ્રિબ્યુટર 'યલો ફ્લાવર ટ્રેડિંગ' દ્વારા ડિસ્ટ્રિબ્યુશન એગ્રીમેન્ટના વિવાદને લઈને મોકલવામાં આવી. દુબઈના દેઈરા વિસ્તારમાં નૈફ રોડ ખાતે સ્થિત એક એપેરલ અને ફેશન કંપની છે યલો ફ્લાવર ટ્રેડિંગ.
RPG Active Pharma
રાઘવ લાઇફના API બિઝનેસનું ₹135 Crમાં અધિગ્રહણ કર્યું. હૈદરાબાદ નજીક 9 એકરમાં ફેલાયેલો WHO-GMP અને EU-GMP મંજૂર ધરાવતો પ્લાન્ટ, જેની ક્ષમતા 300 KL છે. ઓલ-કેશ સ્લમ્પ સેલ હેઠળ અધિગ્રહણ કર્યું.
HUDCO
બિહાર સરકાર સાથે MoU કર્યા. 5 વર્ષમાં ₹25000 Crની સરકાર લોન આપશે. ઈન્ડસ્ટ્રીયલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ માટે લોન આપી. MoUથી લોન બુકમાં મોટો ગ્રોથ થઈ શકે છે.
Hexaware Tech
CEO અને હોલટાઈમ ડાયરેક્ટર Srikrishna R રાજીનામું આપ્યું. 28 ઓક્ટોબરથી પોતાના પદ પરથી રાજીનામું આપ્યું. બોર્ડે વિવેક જેટલીની કંપનીના CEO તરીકે નિયુક્ત કર્યા. 28 ઓક્ટોબરથી CEO પદ સંભાળશે વિવેક જેટલી. વિવેક જેટલી EXL લિમિટેડના પ્રેસિડેન્ટ હતા. વિવેક જેટલી પાસે AI, ડેટા એનાલિટિક્સ અને એન્ટરપ્રાઇઝ ટ્રાન્સફોર્મેશન ક્ષેત્રે 25 વર્ષથી વધુનો અનુભવ છે.
Inox Wind
ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન પાસેથી ₹755 Crનો ઓર્ડર મળ્યો. 100 MWનો ઓર્ડર મળ્યો.
Persistent Systems
Debt અને ઈક્વિટી દ્વારા $1.25 Bn એકત્ર કરવા માટે બોર્ડ પાસેથી મંજૂરી મળી.
Aster DM
TPG સેન્ટિલા મોરેશિયસએ 46.1 Lk શેર્સ ₹350 Cr માટે વેચ્યા. યુનિયન મોરેશિયસ હોલ્ડિંગ્સે 46.1 Lk શેર્સ ₹760/Shના ભાવ પર ખરીદ્યા.
WONDER ELECTRICALS
નેક્સસ ગ્લોબલ ઓપોર્ચ્યુનિટીઝ ફંડે ₹75.85/Shના ભાવ પર 15.22 Lk શેર્સ ખરીદ્યા.
BOARDMEET
કંપનીની ફંડ એકત્ર કરવા બોર્ડ બેઠક યોજાશે. બેઠકમાં વિદેશી ચલણ અથવા બોન્ડ્સ દ્વારા ફંડ એકત્ર કરવા વિચાર કરાશે. બોનસ શેર ઇશ્યૂ કરાશે. કંપની તેના શેરધારકોને ફ્રી શેર આપવા બોનસ શેર ઇશ્યૂ પર વિચાર કરશે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.