Coforge Share Price: આજે શેરબજારમાં IT શેરોનો જબરદસ્ત દબદબો જોવા મળી રહ્યો છે. માર્કેટ ખુલતાની સાથે જ નિફ્ટીમાં આશરે 85 પોઈન્ટનો ઉછાળો આવ્યો છે અને તે 23700 ની સપાટી પાર કરી ગયો છે. બેંક નિફ્ટી ભલે આજે ફ્લેટ જોવા મળી રહ્યો હોય, પરંતુ મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં રોકાણકારો દ્વારા જોરદાર ખરીદી ચાલી રહી છે. બજારમાં અસ્થિરતા દર્શાવતો ઈન્ડેક્સ INDIA VIX પણ 6% જેટલો નીચે આવ્યો છે, જેનાથી શેરબજારમાં પૈસા રોકનારાઓને મોટી રાહત મળી છે. IT શેરોની આ શાનદાર તેજીને કારણે નિફ્ટી IT ઈન્ડેક્સ લગભગ 4% જેટલો ઉછળ્યો છે. ઇન્ફોસિસ, પર્સિસ્ટન્ટ અને કોફોર્જ (Coforge) જેવા દિગ્ગજ શેરો 6% થી વધુ દોડ્યા છે. ખાસ વાત એ છે કે વાયદા બજારના ટોપ 5 ગેનર્સમાં માત્ર IT કંપનીઓ જ સામેલ છે.

