Get App

US-Israel Attack Iran: ઈઝરાયેલ-અમેરિકાનો ઈરાન પર હુમલાથી ક્રૂડ ઓઈલમાં ઉછાળો, 2 માર્ચે શેરબજારમાં મોટા કડાકાની ભીતિ

ઈઝરાયેલ-અમેરિકાના ઈરાન પર હુમલાથી મિડલ ઈસ્ટમાં તણાવ. ક્રૂડના ભાવ ઉછળ્યા. 2 માર્ચે ભારતીય શેરબજારમાં મોટા કડાકાની ભીતિ. જાણો તમારા ખિસ્સા પર શું અસર થશે.

MoneyControl Newsઅપડેટેડ Feb 28, 2026 પર 2:40 PM
US-Israel Attack Iran: ઈઝરાયેલ-અમેરિકાનો ઈરાન પર હુમલાથી ક્રૂડ ઓઈલમાં ઉછાળો, 2 માર્ચે શેરબજારમાં મોટા કડાકાની ભીતિUS-Israel Attack Iran: ઈઝરાયેલ-અમેરિકાનો ઈરાન પર હુમલાથી ક્રૂડ ઓઈલમાં ઉછાળો, 2 માર્ચે શેરબજારમાં મોટા કડાકાની ભીતિ
એનરિચ મનીના સીઈઓ પોનુમુદી આર. માને છે કે મિડલ ઈસ્ટનો આ તણાવ ભારત માટે ખૂબ જ ચિંતાજનક છે.

US-Israel Attack Iran: ખાડી દેશોમાં ફરી એકવાર યુદ્ધના વાદળો ઘેરાયા છે. ઈઝરાયેલ અને અમેરિકાએ ઈરાન પર મોટો હુમલો કર્યો છે, અને સામે ઈરાને પણ મિસાઈલ હુમલાથી જવાબી કાર્યવાહી શરૂ કરી દીધી છે. આ ભૌગોલિક-રાજકીય તણાવની સીધી અસર દુનિયાભરના શેરબજારો અને કોમોડિટી માર્કેટ પર પડવાની પૂરી શક્યતા છે.

2 માર્ચે શેરબજારમાં આવી શકે છે મોટો ભૂકંપ

એનાલિસ્ટ્સનું માનવું છે કે 2 માર્ચના રોજ ભારત અને અમેરિકા સહિત વિશ્વના મોટા શેરબજારોમાં જંગી વેચવાલી (Sell-off) જોવા મળી શકે છે.

વેલ્થમિલ સિક્યોરિટીઝના ઇક્વિટી સ્ટ્રેટેજિસ્ટ ક્રાંતિ બાથિનીના જણાવ્યા અનુસાર, જ્યારે પણ આવું કોઈ યુદ્ધ શરૂ થાય છે, ત્યારે બજારમાં નેગેટિવિટી વધે છે અને વેચવાલીનું દબાણ આવી જાય છે. આની શરૂઆત બજારમાં એક મોટા કડાકા સાથે થઈ શકે છે. હવે માર્કેટની નજર એ વાત પર છે કે આ ટકરાવ થોડા સમય પૂરતો છે કે પછી લાંબા યુદ્ધમાં ફેરવાશે.

ભારતીય અર્થતંત્ર માટે ચિંતાનો વિષય

એનરિચ મનીના સીઈઓ પોનુમુદી આર. માને છે કે મિડલ ઈસ્ટનો આ તણાવ ભારત માટે ખૂબ જ ચિંતાજનક છે. કારણ કે ભારત મોટા પાયે વિદેશથી ક્રૂડ ઓઈલની આયાત કરે છે. ક્રૂડના ભાવ વધવાથી સરકારના આર્થિક ગણિત પર સીધી અસર પડશે. શેરબજારના સેન્ટિમેન્ટની વાત કરીએ તો, ફેબ્રુઆરી મહિનામાં માર્કેટમાં પહેલેથી જ મોટો ઘટાડો જોવા મળ્યો છે અને હવે આ યુદ્ધ આગમાં ઘી હોમવાનું કામ કરશે.

ક્રૂડના ભાવ આસમાને: 80 ડોલર પાર કરશે તો મુશ્કેલી

બધા સમાચાર

+ વધુુ વાંચો