Get App

શેરબજારમાં મોટું કૌભાંડ! વોટ્સએપ ગ્રુપથી 1 લાખ રોકાણકારોને ફસાવ્યા, EDના 6 શહેરોમાં 29 સ્થળોએ મેગા દરોડા

શેરબજારમાં વોટ્સએપ ગ્રુપના માધ્યમથી 1 લાખથી વધુ રોકાણકારોને ફસાવવાના કેસમાં ED એ મોટી કાર્યવાહી કરી છે. RM Drip અને R&B Denim કંપનીઓ પર 6 શહેરોમાં 29 જગ્યાએ દરોડા પડ્યા. જાણો સમગ્ર કૌભાંડ.

MoneyControl Newsઅપડેટેડ Oct 23, 2026 પર 12:47 PM
શેરબજારમાં મોટું કૌભાંડ! વોટ્સએપ ગ્રુપથી 1 લાખ રોકાણકારોને ફસાવ્યા, EDના 6 શહેરોમાં 29 સ્થળોએ મેગા દરોડાશેરબજારમાં મોટું કૌભાંડ! વોટ્સએપ ગ્રુપથી 1 લાખ રોકાણકારોને ફસાવ્યા, EDના 6 શહેરોમાં 29 સ્થળોએ મેગા દરોડા
આ મામલાની ગંભીરતાને જોતા ED એ દેશના 6 મોટા શહેરોમાં 29 અલગ-અલગ સ્થળોએ દરોડા પાડ્યા છે. જેમાં મુંબઈ, નાસિક, અમદાવાદ, સુરત અને ગાંધીનગરનો સમાવેશ થાય છે.

શેરબજારમાં રાતોરાત અમીર બનવાની લાલચ ઘણીવાર લોકોને પાયમાલ કરી દે છે. તાજેતરમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા શેરબજારમાં થયેલા એક મોટા કૌભાંડ પર લાલ આંખ કરવામાં આવી છે. ED એ RM Drip અને R&B Denim કંપનીઓના શેરમાં થયેલી ગેરરીતિ મામલે મોટી કાર્યવાહી કરી છે.

EDનો 6 શહેરોમાં સપાટો

આ મામલાની ગંભીરતાને જોતા ED એ દેશના 6 મોટા શહેરોમાં 29 અલગ-અલગ સ્થળોએ દરોડા પાડ્યા છે. જેમાં મુંબઈ, નાસિક, અમદાવાદ, સુરત અને ગાંધીનગરનો સમાવેશ થાય છે. તપાસ એજન્સીએ આ બંને કંપનીઓની ઓફિસો, પ્રમોટરોના રહેઠાણો અને કેટલીક બ્રોકિંગ ફર્મો પર એકસાથે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.

વોટ્સએપ ગ્રુપથી કેવી રીતે બિછાવી જાળ?

કૌભાંડીઓએ 'Multibagger Stocks' જેવા આકર્ષક નામવાળા વોટ્સએપ ગ્રુપ બનાવ્યા હતા. આ ગ્રુપ દ્વારા લોકોને RM Drip અને R&B Denimના શેર ખરીદવાની ખોટી સલાહ આપવામાં આવતી હતી. લાલચમાં આવીને 1 લાખથી વધુ નાના રોકાણકારો આ જાળમાં ફસાયા હતા. તપાસમાં સામે આવ્યું છે કે, આ તમામ વોટ્સએપ ગ્રુપ બીજા લોકોના સિમકાર્ડ (નંબર) પરથી ચલાવવામાં આવી રહ્યા હતા.

આ રીતે આચરવામાં આવ્યું કૌભાંડ

એપ્રિલ 2023 થી માર્ચ 2024 વચ્ચે આ કંપનીઓના કન્વર્ટિબલ વોરંટ બહાર પાડવામાં આવ્યા હતા. ED ના જણાવ્યા અનુસાર, અંદરોઅંદર જોડાયેલા લોકોએ જ આ બંને કંપનીઓમાં પૈસા રોક્યા અને શેરના ભાવ વધારી દીધા. 25 ફેબ્રુઆરી 2026 ના રોજ અચાનક જ આ તમામ વોટ્સએપ ગ્રુપ ડિલીટ કરી દેવામાં આવ્યા. ગ્રુપ ડિલીટ થતાં જ બંને કંપનીઓના શેરમાં સતત લોઅર સર્કિટ લાગવા માંડી. ગણતરીના દિવસોમાં જ આ શેરના ભાવ 70% જેટલા તૂટી ગયા, જેનાથી નાના રોકાણકારોને કરોડો રૂપિયાનું નુકસાન થયું.

બધા સમાચાર

+ વધુુ વાંચો