Get App

Global Market: USમાં બોન્ડ યીલ્ડ ચિંતા વધવાથી ગ્લોબલ બજાર ચિંતિત, એશિયામાં MIXED કામકાજ, GIFT NIFTY ફ્લેટ

ગઈકાલે પણ અમેરિકી બજાર દબાણ સાથે બંધ થયા, જ્યાં ડાઓ જોન્સમાં 67 પોઈન્ટ્સનો ઘટાડો નોંધાયો, તો નાસ્ડેક 14 પોઇન્ટ્સ જ્યારે S&P 500 0.25% ઘટીને બંધ થયો હતો

MoneyControl Newsઅપડેટેડ Aug 04, 2023 પર 8:40 AM
Global Market: USમાં બોન્ડ યીલ્ડ ચિંતા વધવાથી ગ્લોબલ બજાર ચિંતિત, એશિયામાં MIXED કામકાજ, GIFT NIFTY ફ્લેટGlobal Market: USમાં બોન્ડ યીલ્ડ ચિંતા વધવાથી ગ્લોબલ બજાર ચિંતિત, એશિયામાં MIXED કામકાજ, GIFT NIFTY ફ્લેટ
ઉલ્લેખનિય છે કે USની સૉવરેન ડેટની રેટિંગ ઘટવાથી અને બોન્ડ યીલ્ડમાં મજબૂતીના કારણે અમેરિકી બજારોમાં દબાણ વધતું દેખાયું છે.

USમાં બોન્ડ યીલ્ડ વધવાથી ગ્લોબલ બજાર ચિંતિત જોવાને મળી રહ્યા છે. એશિયામાં મિશ્ર કામકાજ દેખાય રહ્યુ છે. GIFT NIFTY ફ્લેટ છે. ગઈકાલે અમેરિકી બજારો પણ ઘટીને બંધ થયા. જોકે આજે ડાઓ ફ્યુચર્સ લગભગ પોણા ટકા ઉપર છે..

ગઈકાલે પણ અમેરિકી બજાર દબાણ સાથે બંધ થયા, જ્યાં ડાઓ જોન્સમાં 67 પોઈન્ટ્સનો ઘટાડો નોંધાયો, તો નાસ્ડેક 14 પોઇન્ટ્સ જ્યારે S&P 500 0.25% ઘટીને બંધ થયો હતો, ઉલ્લેખનિય છે કે USની સૉવરેન ડેટની રેટિંગ ઘટવાથી અને બોન્ડ યીલ્ડમાં મજબૂતીના કારણે અમેરિકી બજારોમાં દબાણ વધતું દેખાયું છે.

આ વચ્ચે આજે એશિયાઈ બજારમાં મિશ્ર કારોબાર જોવાને મળી રહ્યો છે. GIFT NIFTY 39.00 અંકના વધારાની સાથે કારોબાર કરી રહ્યા છે. જ્યારે, નિક્કેઈ 0.09 ટકાના ઘટાડાની સાથે 32,130.94 ની આસપાસ દેખાય રહ્યા છે. જ્યારે, સ્ટ્રેટ્સ ટાઈમ્સમાં 0.૩0 ટકાનો ઘટાડો દેખાય રહ્યો છે. તાઈવાનના બજાર 0.21 ટકા ઘટીને 16,858.55 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે હેંગસેંગ 0.68 ટકાના વધારાની સાથે 19,552.63 ના સ્તર પર જોવામાં આવી રહ્યા છે. જ્યારે, કોસ્પીમાં 0.11 ટકાની તેજી સાથે 2,608.36 ના સ્તર પર કારોબાર થઈ રહ્યો છે. જ્યારે, શંઘાઈ કમ્પોઝિટ 4.25 અંક એટલે કે 0.13 ટકા ઉછળીને 3,284.71 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો