Get App

IT Stocks Sell off : OpenAI નો ડર રોકાણકારો પર હાવી, Persistent અને HCLTech 5% તૂટ્યા, જાણો કારણ

શેરબજારમાં IT શેરોમાં સતત ચોથા દિવસે ભારે કડાકો જોવા મળ્યો છે. OpenAI ની નવી AI કંપનીના ડરથી Nifty IT 3% તૂટ્યો છે. Persistent અને HCLTech જેવા શેરો 5% ડાઉન છે. જાણો સંપૂર્ણ માહિતી.

MoneyControl Newsઅપડેટેડ May 14, 2026 પર 3:23 PM
IT Stocks Sell off : OpenAI નો ડર રોકાણકારો પર હાવી, Persistent અને HCLTech 5% તૂટ્યા, જાણો કારણIT Stocks Sell off : OpenAI નો ડર રોકાણકારો પર હાવી, Persistent અને HCLTech 5% તૂટ્યા, જાણો કારણ
ભારતીય IT કંપનીઓની કમાણી મોટાભાગે અમેરિકા પર નિર્ભર છે. ભારતનું IT સેક્ટર 315 અબજ ડોલરનું છે.

IT Stocks Sell off : ભારતીય શેરબજારમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં ભલે તેજી જોવા મળી રહી હોય, પરંતુ IT સેક્ટરના રોકાણકારો માટે અત્યારે કપરો સમય ચાલી રહ્યો છે. આજે સતત ચોથા દિવસે IT શેરોમાં ભારે વેચવાલી (Sell-off) જોવા મળી છે. નબળા ગ્લોબલ ઇકોનોમિક ડેટા અને કંપનીઓ દ્વારા ખર્ચમાં રાખવામાં આવતી સાવચેતીને કારણે બજારનો મૂડ બગડ્યો છે.

શા માટે તૂટી રહ્યા છે IT શેરો?

આ ઘટાડા પાછળનું સૌથી મોટું કારણ તાજેતરમાં આવેલી OpenAI ની જાહેરાત છે. ઓપનએઆઈએ એક નવી AI કંપની શરૂ કરવાની જાહેરાત કરી છે. આ નવી કંપનીને અન્ય બિઝનેસમાં AI લાગુ કરવામાં મદદ કરવા માટે 4 અબજ ડોલરથી વધુનું જંગી ફંડિંગ મળ્યું છે. એન્ટરપ્રાઇઝ ટેક્નોલોજી પર OpenAI ના વધતા ફોકસને કારણે રોકાણકારોમાં ડર છે કે પારંપરિક IT કંપનીઓના બિઝનેસ પર તેની સીધી અસર પડશે.

Nifty IT ઇન્ડેક્સની હાલત ખરાબ

આજે શેરબજારમાં IT શેરોનું પ્રદર્શન ખૂબ જ નિરાશાજનક રહ્યું છે. મુખ્ય આંકડાઓ પર નજર કરીએ તો,,,આજે Nifty IT ઇન્ડેક્સ લગભગ 3 ટકા તૂટ્યો છે.છેલ્લા 4 સત્રોની વાત કરીએ તો આ ઇન્ડેક્સમાં 8 ટકા જેટલો મોટો ઘટાડો આવ્યો છે. Persistent Systems નો શેર સૌથી વધુ ખરાબ રીતે પટકાયો છે અને તેમાં 5 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો છે. આ ઉપરાંત, દિગ્ગજ કંપનીઓ જેવી કે HCL Technologies અને Tech Mahindra માં પણ 5 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. Wipro, TCS, Infosys અને Coforge માં પણ 1 થી 3 ટકાનો ઘટાડો થયો છે. બીજી તરફ, અમેરિકા-ચીન વચ્ચે ચાલી રહેલી સકારાત્મક વાતચીત અને વેલ્યૂ બાઇંગના કારણે મુખ્ય ઇન્ડેક્સ લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે.

નિષ્ણાતોને હજુ પણ રિકવરીની આશા

આટલા મોટા કડાકા છતાં માર્કેટ એક્સપર્ટ્સ આશાવાદી છે. પ્રુડેન્ટ ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સના CEO પ્રશસ્ત શેઠના જણાવ્યા અનુસાર, ઐતિહાસિક રીતે ભારતીય IT કંપનીઓએ ક્લાઉડ, ઓટોમેશન અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન જેવા મોટા ફેરફારો સાથે પોતાને સફળતાપૂર્વક ઢાળી છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો