Get App

Kaynes Technology ના શેરમાં 19%નો તોતિંગ કડાકો, નફો ઘટતા JPMorgan એ રેટિંગ અને ટાર્ગેટ પ્રાઇસ ઘટાડી

Kaynes Technologyના શેરમાં 19.4%નો મોટો કડાકો નોંધાયો છે. માર્ચ 2026 ક્વાર્ટરમાં કંપનીનો નફો 22% ઘટતા બ્રોકરેજ ફર્મ જેપી મોર્ગને શેરનું રેટિંગ અને ટાર્ગેટ પ્રાઇસ ઘટાડીને 4000 રૂપિયા કર્યા છે.

MoneyControl Newsઅપડેટેડ May 14, 2026 પર 11:34 AM
Kaynes Technology ના શેરમાં 19%નો તોતિંગ કડાકો, નફો ઘટતા JPMorgan એ રેટિંગ અને ટાર્ગેટ પ્રાઇસ ઘટાડીKaynes Technology ના શેરમાં 19%નો તોતિંગ કડાકો, નફો ઘટતા JPMorgan એ રેટિંગ અને ટાર્ગેટ પ્રાઇસ ઘટાડી
Kaynes Technologyના શેરમાં 19.4%નો મોટો કડાકો નોંધાયો છે.

Kaynes Technology Share Price: 14મેનો દિવસ Kaynes Technology (કેન્સ ટેકનોલોજી) ના શેરધારકો માટે ખુબ જ નિરાશાજનક રહ્યો. કંપનીના નબળા ત્રિમાસિક પરિણામોને કારણે શેરબજાર ખુલતાની સાથે જ શેરમાં ભારે વેચવાલી જોવા મળી હતી. શરૂઆતી કારોબારમાં જ આ શેર તેના અગાઉના બંધ ભાવ કરતા 19.4 ટકા જેટલો ગગડી ગયો હતો.

BSE (બોમ્બે સ્ટોક એક્સચેન્જ) પર આ શેર તૂટીને 3366 રૂપિયાના નીચલા સ્તરે પહોંચી ગયો હતો. કંપનીનું પ્રદર્શન બજારની અપેક્ષાઓ મુજબ ન રહેતા રોકાણકારો નિરાશ થયા છે, જેને પગલે જાણીતી બ્રોકરેજ ફર્મ JPMorgan એ પણ આ સ્ટોકનું રેટિંગ ઘટાડી દીધું છે.

માર્ચ 2026 ક્વાર્ટરના પરિણામો પર એક નજર

જાન્યુઆરી-માર્ચ 2026 ક્વાર્ટર માટે કંપનીએ પોતાના નાણાકીય પરિણામો જાહેર કર્યા છે, જેમાં નફામાં મોટો ઘટાડો જોવા મળ્યો છે:

કુલ રેવન્યુ: કંપનીની ઓપરેશનલ કન્સોલિડેટેડ રેવન્યુ વાર્ષિક ધોરણે 26 ટકા વધીને 1,243 કરોડ રૂપિયા નોંધાઈ છે, જે એક વર્ષ પહેલા સમાન ક્વાર્ટરમાં 984 કરોડ રૂપિયા હતી.

ચોખ્ખો નફો: રેવન્યુ વધવા છતાં કંપનીનો ચોખ્ખો કન્સોલિડેટેડ નફો 22 ટકા ઘટીને 91 કરોડ રૂપિયા રહ્યો છે. અગાઉ માર્ચ 2025 ના ક્વાર્ટરમાં આ નફો 116 કરોડ રૂપિયા હતો.

EBITDA: કંપનીનો EBITDA 193 કરોડ રૂપિયા અને માર્જિન 15.5 ટકા નોંધાયું છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો