Top Trading Picks : શેરબજારમાં રોકાણકારો અને ટ્રેડર્સ માટે આજના દિવસના ટોપ ટ્રેડિંગ પિક્સ અને રણનીતિ સામે આવી છે. માર્કેટનું એકંદરે માળખું જોતાં હાલમાં બજારમાં ‘ઉછાળે વેચવાલી' (Sell on Rise) નું જ વલણ જોવા મળી રહ્યું છે. નિફ્ટી જ્યાં સુધી 23750-23800 ની રેન્જની નીચે ટ્રેડ કરી રહ્યો છે, ત્યાં સુધી એક્સપર્ટ્સ વેચવાલીની જ સલાહ આપી રહ્યા છે. આગામી સમયમાં નીચલા સ્તરે 23100 સુધીના ટાર્ગેટ જોવા મળી શકે છે.

