HDFC Bank Share Price: પ્રાઇવેટ સેક્ટરની સૌથી મોટી બેન્કોમાં સામેલ HDFC Bank ના શેરોમાં 19 જૂનના રોજ 2.6 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. BSE પર શેરનો ભાવ ગગડીને 777.55 રૂપિયાના નીચલા સ્તરે પહોંચી ગયો હતો. આ ઘટાડા પાછળનું મુખ્ય કારણ એ છે કે આજે બેન્કનો શેર એક્સ-ડિવિડન્ડ તરીકે ટ્રેડ કરી રહ્યો છે.

