Get App

Global Market: ભારતીય બજારો માટે મિશ્ર સંકેતો, GIFT NIFTYમાં મામુલી વધારો, એશિયામાં મજબૂતી

આજે એશિયાઈ બજારમાં મિશ્ર કારોબાર જોવાને મળી રહ્યો છે. GIFT NIFTY 8.50 અંકના વધારાની સાથે કારોબાર કરી રહ્યા છે. જ્યારે, નિક્કેઈ 1.41 ટકાના વધારાની સાથે 52,048.00 ની આસપાસ દેખાય રહ્યા છે. જ્યારે, સ્ટ્રેટ્સ ટાઈમ્સમાં 0.23 ટકાનો ઘટાડો દેખાય રહ્યો છે.

MoneyControl Newsઅપડેટેડ Oct 31, 2025 પર 8:48 AM
Global Market: ભારતીય બજારો માટે મિશ્ર સંકેતો, GIFT NIFTYમાં મામુલી વધારો, એશિયામાં મજબૂતીGlobal Market: ભારતીય બજારો માટે મિશ્ર સંકેતો, GIFT NIFTYમાં મામુલી વધારો, એશિયામાં મજબૂતી
Global Market: ભારતીય બજારો માટે મિશ્ર સંકેતો જોવાને મળી રહ્યા છે.

Global Market: ભારતીય બજારો માટે મિશ્ર સંકેતો જોવાને મળી રહ્યા છે. FIIsની કેશ અને વાયદા બન્નેમાં વેચવાલી જોવા મળી રહી છે. GIFT NIFTYમાં મામુલી વધારો જોવાને મળી રહ્યો છે. એશિયામાં મજબૂતી સાથે કારોબાર જોવાને મળી રહ્યો છે. ત્યાંજ અમેરિકામાં ગઈકાલે META અને અન્ય ટેક કંપનીઓમાં મોટી વેચવાલી જોવા મળી. નાસ્ડેક દોઢ ટકાથી વધુ ઘટ્યો. ડાઓ અને S&Pમાં પણ દબાણ જોવા મળ્યુ.

ગઈકાલે બજાર નીચા સ્તરે બંધ થયા. ડાઓ તેના દિવસના ઉચ્ચતમ સ્તરથી 500 પોઈન્ટ ઘટ્યો. S&P 500 અને નાસ્ડેક 1% ઘટીને બંધ થયા.

પરિણામની જોવા મળી અસર

અનુમાનથી એપ્પલના પરિણામ સારા રહ્યા. Q1FY26માં આવક 10-12% વધવાની આશા છે. અનુમાનથી સારા રહ્યા એમેઝોનના પરિણામ. 2022 બાદ ક્લાઉડ યૂનિટની આવક સૌથી વધારે છે. Q3માં એમેઝોન વેબ સર્વિસની ગ્રોથ 20.2% રહી. ગૂગલ, માઈક્રોસૉફ્ટની ગ્રોથ 34%, 40% રહી. નેટફ્લિક્સએ ગઈકાલે શેર સ્પ્લિટની જાહેરાત કરી.

બધા સમાચાર

+ વધુુ વાંચો