Get App

Global Market: ગ્લોબલ બજારોથી સારા સંકેતો, બૉન્ડ યીલ્ડમાં ઘટાડાથી બજારોમાં રિકવરી

ગઈકાલે યુએસ બજારો વૃદ્ધિ સાથે બંધ થયાં. ડાઓ જોન્સ 316 પોઈન્ટના વધારા સાથે બંધ થયું. ડાઓએ બુધવારના ઘટાડાનો અડધો હિસ્સો ભરપાઈ કરી લીધો. ગઈકાલે S&P 500 અને Nasdaq માં પણ વધારો જોવા મળ્યો.

MoneyControl Newsઅપડેટેડ Sep 18, 2026 પર 8:50 AM
Global Market: ગ્લોબલ બજારોથી સારા સંકેતો, બૉન્ડ યીલ્ડમાં ઘટાડાથી બજારોમાં રિકવરીGlobal Market: ગ્લોબલ બજારોથી સારા સંકેતો, બૉન્ડ યીલ્ડમાં ઘટાડાથી બજારોમાં રિકવરી
Global Market: ગ્લોબલ માર્કેટ્સથી સારા સંકેતો જોવાને મળી રહ્યા છે.

Global Market: ગ્લોબલ માર્કેટ્સથી સારા સંકેતો જોવાને મળી રહ્યા છે. ક્રૂડ ઓઈલમાં ઘટાડો અને US બૉન્ડ યીલ્ડમાં નરમાશથી અમેરિકાના બજારોમાં સારી રિકવરી જોવાને મળી રહી છે. ચિપ શેર્સએ તેજીને લીડ કરી, 10 વર્ષની યીલ્ડ 5 ટકાની નીચે છે. એશિયામાં પણ મજબૂતી સાથે કારોબાર થઈ રહ્યો છે. ગિફ્ટ નિફ્ટી તરફથી પોઝિટીવ સંકેતો જોવાને મળી રહ્યા છે.

ગઈકાલે યુએસ બજારો વૃદ્ધિ સાથે બંધ થયાં. ડાઓ જોન્સ 316 પોઈન્ટના વધારા સાથે બંધ થયું. ડાઓએ બુધવારના ઘટાડાનો અડધો હિસ્સો ભરપાઈ કરી લીધો. ગઈકાલે S&P 500 અને Nasdaq માં પણ વધારો જોવા મળ્યો. S&P 500 માં 1% અને Nasdaq માં 1.7% નો વધારો થયો. બોન્ડ યીલ્ડ અને ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડાથી પણ બજારને ટેકો મળ્યો.

ક્રૂડના ભાવમાં ઘટાડો

ક્રૂડના ભાવમાં સતત ત્રીજા દિવસે ઘટાડો જોવાને મળી રહ્યો છે. બ્રેન્ટ ક્રૂડ $104 ની નીચે સરક્યું. WTI $102 ની નીચે ટ્રેડ થઈ રહ્યું છે. સાઉદી અરેબિયાની અપીલ બાદ બેઇજિંગે પણ હાકલ કરી. ઈરાનને હુથીઓને નિયંત્રણમાં રાખવા અનુરોધ કર્યો.

બધા સમાચાર

+ વધુુ વાંચો