Get App

Global Market: ગ્લોબલ બજારોથી નબળા સંકેતો, એશિયામાં નરમાશ સાથે કારોબાર

શુક્રવારે અમેરિકી બજાર ઘટાડા સાથે બંધ થયા, બોન્ડ યીલ્ડમાં આવેલી મજબૂતીના કારણે માર્કેટ પર દબાણ બન્યું, જ્યાં ડાઓ જોન્સ અડધા ટકાથી વધારે તૂટ્યો, તો S&P 500 અને નાસ્ડેકમાં એક ટકાથી વધુની નરમાશ જોવા મળી.

MoneyControl Newsઅપડેટેડ Sep 18, 2023 પર 8:32 AM
Global Market: ગ્લોબલ બજારોથી નબળા સંકેતો, એશિયામાં નરમાશ સાથે કારોબારGlobal Market: ગ્લોબલ બજારોથી નબળા સંકેતો, એશિયામાં નરમાશ સાથે કારોબાર
Global Market: આજે એશિયાઈ બજારમાં મિશ્ર કારોબાર જોવાને મળી રહ્યો છે. GIFT NIFTY 25.50 અંકના વધારાની સાથે કારોબાર કરી રહ્યા છે.

સપ્તાહના પહેલા કારોબારી દિવસે ગ્લોબલ બજારોથી નબળા સંકેતો દેખાય રહ્યા છે. એશિયામાં નરમાશ સાથે કારોબાર થઈ રહ્યો છે. GIFT NIFTY મામુલી નીચે કારોબાર કરી રહી છે. ફેડરલ રિઝર્વની બેઠક પહેલા શુક્રવારે અમેરિકી બજારોમાં રહ્યો મોટો ઘટાડો. નાસ્ડેક દોઢ ટકાથી વધારે તૂટ્યો.

શુક્રવારે અમેરિકી બજાર ઘટાડા સાથે બંધ થયા, બોન્ડ યીલ્ડમાં આવેલી મજબૂતીના કારણે માર્કેટ પર દબાણ બન્યું, જ્યાં ડાઓ જોન્સ અડધા ટકાથી વધારે તૂટ્યો, તો S&P 500 અને નાસ્ડેકમાં એક ટકાથી વધુની નરમાશ જોવા મળી. ઉલ્લેખનિય છે કે ટેક કંપનીઓના શેરમાં નફાવસુલીના કારણે નાસ્ડેકમાં ઘટાડો રહ્યો, તો હવે બજારની નજર આવતીકાલથી શરૂ થનાર ફેડની બેઠક પર બનેલી છે.

આ દરમિયાન આજે એશિયાઈ બજારમાં મિશ્ર કારોબાર જોવાને મળી રહ્યો છે. GIFT NIFTY 25.50 અંકના વધારાની સાથે કારોબાર કરી રહ્યા છે. જ્યારે, નિક્કેઈ 1.99 ટકાના વધારાની સાથે 33,533.09 ની આસપાસ દેખાય રહ્યા છે. જ્યારે, સ્ટ્રેટ્સ ટાઈમ્સમાં 0.50 ટકાનો ઘટાડો દેખાય રહી છે. તાઈવાનના બજાર 1.05 ટકા ઘટીને 16,742.86 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે હેંગસેંગ 0.84 ટકાના ઘટાડાની સાથે 18,030.67 ના સ્તર પર જોવામાં આવી રહ્યા છે. જ્યારે, કોસ્પીમાં 0.84 ટકા લપસીને 2,579.46 ના સ્તર પર કારોબાર થઈ રહ્યો છે. જ્યારે, શંઘાઈ કમ્પોઝિટ 1.86 અંક એટલે કે 0.06 ટકા મામૂલી ઉછળીને 3,119.60 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો