Get App

Global Markets: વોલ સ્ટ્રીટ પર ‘સેન્ટા રેલી’નો દબદબો, Dow Jones અને S&P 500 નવી રેકોર્ડ સપાટી પર

Global Markets Santa Rally: અમેરિકન શેરબજારમાં ઐતિહાસિક તેજી જોવા મળી છે. બુધવારે ડાઉ જોન્સ 48,731.16 અને S&P 500 6,932.05ની રેકોર્ડ સપાટી પર બંધ થયા છે. જાણો માર્કેટમાં આ ‘સેન્ટા રેલી’ પાછળના કારણો અને AI શેરોની રિકવરી વિશે.

MoneyControl Newsઅપડેટેડ Dec 25, 2025 પર 12:32 PM
Global Markets: વોલ સ્ટ્રીટ પર ‘સેન્ટા રેલી’નો દબદબો, Dow Jones અને S&P 500 નવી રેકોર્ડ સપાટી પરGlobal Markets: વોલ સ્ટ્રીટ પર ‘સેન્ટા રેલી’નો દબદબો, Dow Jones અને S&P 500 નવી રેકોર્ડ સપાટી પર
Global Markets Santa Rally: અમેરિકન શેરબજારમાં ઐતિહાસિક તેજી જોવા મળી છે.

Global Markets Santa Rally: અમેરિકન શેરબજારોમાં બુધવારે ઐતિહાસિક તેજી જોવા મળી હતી, જેના કારણે ગ્લોબલ માર્કેટમાં ઉત્સાહનો માહોલ સર્જાયો છે. રજાના કારણે ટૂંકા ટ્રેડિંગ સેશન હોવા છતાં, વોલ સ્ટ્રીટ પર રોકાણકારોએ જોરદાર ખરીદી કરી હતી, જેને પગલે મુખ્ય ઇન્ડેક્સ નવી રેકોર્ડ ઊંચાઈ પર પહોંચ્યા હતા. બજારમાં આ ઉછાળાને "સેન્ટા રેલી"ની શરૂઆત તરીકે જોવામાં આવી રહ્યું છે. બુધવારે ટ્રેડિંગ સેશનના અંતે, ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 288.75 પોઈન્ટ્સ અથવા 0.60% વધીને 48,731.16 ની સપાટી પર બંધ રહ્યો હતો. તેવી જ રીતે, S&P 500 ઇન્ડેક્સ 22.26 પોઈન્ટ્સ અથવા 0.32% ના વધારા સાથે 6,932.05 ના રેકોર્ડ લેવલ પર પહોંચ્યો હતો, જ્યારે નેસ્ડેક કમ્પોઝિટ 51.46 પોઈન્ટ્સ અથવા 0.22% વધીને 23,613.31 પર બંધ થયો હતો.

તેજી પાછળનું શું રહ્યું મુખ્ય કારણ?

બજારમાં જોવા મળેલી આ તેજી પાછળનું મુખ્ય કારણ AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) સાથે જોડાયેલા શેરોમાં આવેલી રિકવરી છે. ગયા અઠવાડિયે મોંઘા વેલ્યુએશન અને વધુ કેપિટલ ખર્ચને કારણે નફા પર અસર પડવાની ચિંતાથી AI શેરોમાં વેચવાલી જોવા મળી હતી, પરંતુ હાલમાં રોકાણકારોનો વિશ્વાસ ફરીથી મજબૂત થયો છે. પરિણામે, સતત પાંચમા સેશનમાં તમામ મુખ્ય અમેરિકન ઇન્ડેક્સ ગ્રીન ઝોનમાં બંધ રહ્યા છે. ખાસ કરીને માઇક્રોન ટેક્નોલોજી (Micron Technology) ના શેરમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો હતો. કંપની દ્વારા મજબૂત પૂર્વાનુમાન જાહેર કરાયા બાદ તેના શેર 3.8% વધીને 286.68 ડોલરના રેકોર્ડ ક્લોઝિંગ લેવલ પર પહોંચ્યા હતા.

આર્થિક મોરચે અમેરિકાથી સકારાત્મક સંકેતો

આર્થિક મોરચે પણ અમેરિકાથી સકારાત્મક સંકેતો મળી રહ્યા છે. તાજેતરના ડેટા દર્શાવે છે કે યુએસ ઇકોનોમી મજબૂત સ્થિતિમાં છે. બુધવારે જાહેર થયેલા આંકડા મુજબ, અમેરિકામાં બેરોજગારી ભથ્થા માટેના નવા આવેદનોમાં ધારણા કરતા વધુ ઘટાડો નોંધાયો છે, જે લેબર માર્કેટની મજબૂતી દર્શાવે છે. આ ઉપરાંત, માર્કેટ એવી અપેક્ષા રાખી રહ્યું છે કે આવતા વર્ષે ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં લગભગ 50 બેસિસ પોઈન્ટ્સનો ઘટાડો કરી શકે છે. જોકે, CMEના FedWatch Tool મુજબ, જાન્યુઆરી મહિનામાં જ રેટ કટની શક્યતાઓ હાલ ઓછી દેખાઈ રહી છે.

"સેન્ટા ક્લોઝ રેલી" શરૂ

સ્ટોક ટ્રેડર અલ્મેનેકના મતે, અમેરિકન બજારોમાં બુધવારથી "સેન્ટા ક્લોઝ રેલી" શરૂ થઈ ચૂકી છે. આ એક એવી મોસમી ઘટના છે જેમાં વર્ષના છેલ્લા 5 ટ્રેડિંગ સેશન અને નવા વર્ષના જાન્યુઆરીના પ્રથમ બે દિવસોમાં S&P 500 ઇન્ડેક્સમાં સામાન્ય રીતે વધારો જોવા મળે છે. આ સમયગાળો 5 જાન્યુઆરી સુધી ચાલશે. બુધવારના સેશનમાં બેન્કિંગ શેરોએ પણ બજારને સારો સપોર્ટ આપ્યો હતો, જેમાં ફાઇનાન્શિયલ સેક્ટર 0.5%ના વધારા સાથે S&P 500ના ટોપ પરફોર્મર્સમાં સામેલ હતું. બીજી તરફ, એનર્જી સેક્ટર એકમાત્ર એવું સેક્ટર હતું જે નેગેટિવ ઝોનમાં રહ્યું હતું. અમેરિકન એક્સચેન્જો પર વોલ્યુમ 7.61 અબજ શેરનું રહ્યું હતું, જે છેલ્લા 20 દિવસના સરેરાશ 16.21 અબજ શેર કરતા ઓછું હતું.

બધા સમાચાર

+ વધુુ વાંચો