Get App

ગ્લોબલ બજારમાં તેજીનો પવન: US-ઈરાન શાંતિ વાર્તાથી માર્કેટનો મૂડ સુધર્યો, જાણો એશિયાથી અમેરિકા સુધીની સંપૂર્ણ અપડેટ

Global Market: ઈરાન અને અમેરિકા વચ્ચે શાંતિ વાર્તાની અસરે ગ્લોબલ બજારોમાં સકારાત્મક માહોલ છે. ગિફ્ટ નિફ્ટીમાં ઉછાળો અને FIIની વેચવાલીમાં ઘટાડો એ સારા સંકેત છે. જાણો આજે બજાર કેવું રહેશે.

MoneyControl Newsઅપડેટેડ Apr 10, 2026 પર 8:42 AM
ગ્લોબલ બજારમાં તેજીનો પવન: US-ઈરાન શાંતિ વાર્તાથી માર્કેટનો મૂડ સુધર્યો, જાણો એશિયાથી અમેરિકા સુધીની સંપૂર્ણ અપડેટગ્લોબલ બજારમાં તેજીનો પવન: US-ઈરાન શાંતિ વાર્તાથી માર્કેટનો મૂડ સુધર્યો, જાણો એશિયાથી અમેરિકા સુધીની સંપૂર્ણ અપડેટ
Global Market: ઈરાન અને અમેરિકા વચ્ચે શાંતિ વાર્તાની અસરે ગ્લોબલ બજારોમાં સકારાત્મક માહોલ છે.

Global Market Update: ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ ઓછો કરવા માટે ચાલી રહેલી શાંતિ વાર્તાના કારણે દુનિયાભરના બજારોનો મૂડ સુધર્યો છે. ભારતીય બજાર માટે સકારાત્મક સંકેત આપતા ગિફ્ટ નિફ્ટીમાં લગભગ 60 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે. આ સાથે, વિદેશી સંસ્થાગત રોકાણકારો (FIIs) દ્વારા રોકડમાં વેચવાલીનું પ્રમાણ પણ છેલ્લા 27 દિવસમાં સૌથી ઓછું રહ્યું છે, જે બજાર માટે રાહતના સમાચાર છે.

એશિયન બજારોમાં આજે મિશ્ર પણ મોટે ભાગે તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. જાપાનનો નિક્કેઈ 225 ઈન્ડેક્સ 1.65% વધ્યો છે, જ્યારે ટોપિક્સ ઈન્ડેક્સ સપાટ રહ્યો.

કેવું રહ્યું અમેરિકી બજારનું પ્રદર્શન?

ગુરુવારે અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ ટાળવા માટે ચાલી રહેલી વાતચીતથી ચિંતા ઓછી થતાં US સ્ટોક માર્કેટ તેજી સાથે બંધ થયું.

Dow Jones: 275.88 પોઈન્ટ (0.58%) વધીને 48,185.80 પર બંધ થયો.

S&P 500: 41.85 પોઈન્ટ (0.62%) વધીને 6,824.66 પર પહોંચ્યો.

Nasdaq Composite: 187.42 પોઈન્ટ (0.83%) ના ઉછાળા સાથે 22,822.42 પર બંધ થયો.

બધા સમાચાર

+ વધુુ વાંચો