Get App

નિફ્ટીમાં 18650નો સારો સપોર્ટ, બેન્ક નિફ્ટીમાં 44500 સુધીના લેવલની શક્યતા: જય પટેલ

નિફ્ટીમાં આજે 18642-18650 આ લેવલ ખૂબ મહત્વનું છે. નિફ્ટીમાં ગત વખતે રેઝિસ્ટેન્સ પણ જોવા મળ્યું છે. તો આ સમય પર પણ ફેસ કરી શકે છે.

MoneyControl Newsઅપડેટેડ Jun 05, 2023 પર 10:55 AM
નિફ્ટીમાં 18650નો સારો સપોર્ટ, બેન્ક નિફ્ટીમાં 44500 સુધીના લેવલની શક્યતા: જય પટેલનિફ્ટીમાં 18650નો સારો સપોર્ટ, બેન્ક નિફ્ટીમાં 44500 સુધીના લેવલની શક્યતા: જય પટેલ

ઈન્વેસ્ટમેન્ટોર સિક્યોરિટીઝના જય પટેલનું કહેવું છે કે આજે નિફ્ટીમાં સારી તેજી જોવા મળી છે. છેલ્લા 2 દિવસથી યૂએસ માર્કેટ અને બધા માર્કેટમાં તેજી જોવા મળી રહી છે. આપણા માર્કેટમાં પણ તેજી બની રહી છે. આપણે જૂન સિરિઝમાં પણ તેજી તરફ વધી રહ્યા છે.

જય પટેલે આગળ કહ્યું છે કે નિફ્ટીમાં આજે 18642-18650 આ લેવલ ખૂબ મહત્વનું છે. નિફ્ટીમાં ગત વખતે રેઝિસ્ટેન્સ પણ જોવા મળ્યું છે. તો આ સમય પર પણ ફેસ કરી શકે છે. જો નિફ્ટી 18650ના લવેલ પર પહોંચે તો તે સમય પર બાઈ ઑન ડિપ્સની સ્ટ્રેટજી વાપરી શકો છો. બેન્ક નિફ્ટીમાં સારી તેજી જોવા મળી રહી છે.

જય પટેલના મતે તેણે સારો અપ-મૂવ બની રહ્યો છે. બેન્ક નિફ્ટીમાં 44300ના લેવલ તોડી શકે તેવી શક્યતા લાગી રહી છે, અને રેજિસ્ટેન્સ પણ થોડો હાઈ છે. જો એક વાર 44300નો લેવલ તોડે છે તો 44500ના લેવલ પણ જોવા મળી શકે છે. બેન્ક નિફ્ટીમાં ખરીદીની સલાહ બની રહી છે.

નિર્મલ બંગ સિક્યોરિટીઝના અમિત ભૂપતાનીની પસંદગીના Buy કૉલ

બધા સમાચાર

+ વધુુ વાંચો