Get App

HDFC Bank: RBI ની મોટી જાહેરાત, બેંકમાં કોઈ જ ગરબડ નથી, રોકાણકારોને રાહત, શેરોમાં રિકવરી

HDFC બેંકના ચેરમેન અતનુ ચક્રવર્તીના રાજીનામા બાદ RBI એ મોટું નિવેદન આપ્યું છે. RBI ના મતે બેંકમાં કોઈ મોટી સમસ્યા નથી. જાણો રોકાણકારો માટે શું છે સારા સમાચાર.

MoneyControl Newsઅપડેટેડ Mar 19, 2026 પર 1:19 PM
HDFC Bank: RBI ની મોટી જાહેરાત, બેંકમાં કોઈ જ ગરબડ નથી, રોકાણકારોને રાહત, શેરોમાં રિકવરીHDFC Bank: RBI ની મોટી જાહેરાત, બેંકમાં કોઈ જ ગરબડ નથી, રોકાણકારોને રાહત, શેરોમાં રિકવરી
18 માર્ચે HDFC બેંકે શેરબજારને માહિતી આપી હતી કે તેમના પાર્ટ-ટાઈમ ચેરમેન અતનુ ચક્રવર્તીએ રાજીનામું આપ્યું છે.

HDFC Bank: દેશની સૌથી મોટી પ્રાઈવેટ બેંક HDFC Bank માં તાજેતરમાં થયેલા મોટા ફેરફારો બાદ શેરબજાર અને રોકાણકારોમાં ભારે ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. બેંકના ચેરમેનના અચાનક રાજીનામા બાદ શેરમાં પણ કડાકો બોલી ગયો હતો. પરંતુ હવે દેશની મધ્યસ્થ બેંક એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ એક મોટું નિવેદન આપીને રોકાણકારોને મોટી રાહત આપી છે.

HDFC બેંકમાં કોઈ મોટી સમસ્યા નથી: RBI

19 માર્ચના રોજ RBI એ બેંકના આંતરિક ઘટનાક્રમ પર સત્તાવાર નિવેદન બહાર પાડ્યું છે. કેન્દ્રીય બેંકે સ્પષ્ટ કર્યું છે કે HDFC બેંકની કામગીરી અથવા ગવર્નન્સને લઈને કોઈ જ મોટી ચિંતા નથી.

અગાઉ 18 માર્ચના રોજ HDFC બેંકના પાર્ટ-ટાઈમ ચેરમેન અતનુ ચક્રવર્તીએ નૈતિકતા અને મૂલ્યોના મુદ્દે મતભેદ હોવાનું કારણ આપીને પોતાના પદ પરથી અચાનક રાજીનામું આપી દીધું હતું. આ રાજીનામા બાદ બજારમાં અનેક અટકળો ચાલી રહી હતી, જેના પર હવે RBI એ પૂર્ણવિરામ મૂકી દીધું છે.

બેંક પાસે પૂરતી મૂડી અને સ્થિતિ મજબૂત

RBI એ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે, HDFC બેંક એક ડોમેસ્ટિક સિસ્ટમેટિકલી ઈમ્પોર્ટન્ટ બેંક છે, એટલે કે દેશના અર્થતંત્ર માટે આ બેંક ખૂબ જ મહત્વની છે. બેંકની નાણાકીય સ્થિતિ એકદમ મજબૂત છે. તેનું બોર્ડ સંપૂર્ણપણે પ્રોફેશનલ છે અને મેનેજમેન્ટ ટીમ પણ અત્યંત યોગ્ય છે."

વધુમાં રિઝર્વ બેંકે કહ્યું કે, તેમના સમયાંતરે થતા આકલન મુજબ બેંકના રેકોર્ડ પર કોઈ જ ગરબડ કે ચિંતાજનક બાબત નથી. બેંક પાસે પૂરતા પ્રમાણમાં મૂડી (Capital) અને લિક્વિડિટી ઉપલબ્ધ છે, જેથી બેંકની ફાઇનાન્શિયલ સ્થિતિ એકદમ સંતોષકારક છે. બેંકે નવા વચગાળાના ચેરમેનની નિમણૂક માટે મંજૂરી માંગી હતી, જે RBI દ્વારા તાત્કાલિક આપી દેવામાં આવી છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો