નિવૃત્તિ અને બાળકોના ભવિષ્ય જેવી તેમની લાંબા ગાળાની જરૂરિયાતો માટે કોર્પસ બનાવવા માંગતા ઇન્લેસ્ટર્સ માટે મ્યુચ્યુઅલ ફંડ્સ એક બેસ્ટ વિકલ્પ છે. સોલ્યુશન-ઓરિએન્ટેડ મ્યુચ્યુઅલ ફંડ કેટેગરીમાં આગળ વધતાં, ત્યાં ઓછામાં ઓછી 11 સ્કીમો છે જે ચિલ્ડ્રન પ્લાન્સ ઓફર કરે છે. તેમના પોર્ટફોલિયોમાં ઇક્વિટી અને ડેટ બંનેનો સમાવેશ થાય છે. ચિલ્ડ્રન પ્લાન્સ સાથેની મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓ, ઓપન-એન્ડેડ હોય છે, સામાન્ય રીતે 5 વર્ષ અથવા બાળક જ્યાં સુધી મોટું ના થઈ જાય સુધી (જે પ્રથમ આવે છે) નો લોક-ઇન સમયગાળો હોય છે. આ ફરજિયાત લોક-ઇન સમયગાળો લાંબા સમય માટે ફંડ ઊભું કરવામાં મદદ કરે છે. આ કેટેગરીમાં 10 સ્કીમો છે જે 20 ટકાથી 98 ટકા સુધીની ઈક્વિટીમાં રોકાણ કરે છે. અહીં અમે તમને એવા 10 સ્મોલ કેપ સ્ટોક વિશે જણાવી રહ્યા છીએ જેમાં મ્યુચ્યુઅલ ફંડ સ્કીમોએ રોકાણ કર્યું છે. મોટાભાગનું રોકાણ લાંબા ગાળા માટે હોય છે. તમામ આંકડા 31 માર્ચ 2023ના છે અને ACEMF પાસેથી મેળવ્યા છે.