Get App

રશિયા-યુક્રેન યુદ્ધની અસર: આ જાણીતી કંપનીનો શેર કડડભૂસ, જર્મનીમાં કારોબાર બંધ કરવાની મોટી જાહેરાત

રશિયા-યુક્રેન યુદ્ધની સીધી અસર ગ્રેફાઇટ ઇન્ડિયા કંપની પર પડી છે. જર્મનીમાં બિઝનેસ સમેટી લેવાની જાહેરાત બાદ શેરમાં મોટો ઘટાડો નોંધાયો છે. જાણો વિગત.

MoneyControl Newsઅપડેટેડ Jul 09, 2026 પર 10:40 AM
રશિયા-યુક્રેન યુદ્ધની અસર: આ જાણીતી કંપનીનો શેર કડડભૂસ, જર્મનીમાં કારોબાર બંધ કરવાની મોટી જાહેરાતરશિયા-યુક્રેન યુદ્ધની અસર: આ જાણીતી કંપનીનો શેર કડડભૂસ, જર્મનીમાં કારોબાર બંધ કરવાની મોટી જાહેરાત
છેલ્લા નાણાકીય વર્ષનું છેલ્લું ક્વાર્ટર કંપની માટે ખાસ સારું રહ્યું ન હતું.માર્ચ 2026 ના ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 29 કરોડ રૂપિયાથી ઘટીને માત્ર 16 કરોડ રૂપિયા રહી ગયો હતો.

Graphite India Share Price: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર હજુ પણ વૈશ્વિક બજારો અને કોર્પોરેટ જગત પર સ્પષ્ટ જોવા મળી રહી છે. ભારતીય શેરબજારમાં લિસ્ટેડ એક જાણીતી કંપનીએ પોતાનો વિદેશી કારોબાર સમેટી લેવાની જાહેરાત કરી છે. આ સમાચાર આવતા જ રોકાણકારોમાં નિરાશા જોવા મળી અને કંપનીના શેરમાં મોટો ઘટાડો નોંધાયો છે. જો તમે પણ શેરબજારમાં રોકાણ કરો છો, તો ચેક કરી લો કે ક્યાંક આ શેર તમારા પોર્ટફોલિયોમાં તો નથી ને?

ગ્રેફાઇટ ઇન્ડિયાનો શેર ગગડ્યો

આ કંપનીનું નામ ગ્રેફાઇટ ઇન્ડિયા છે, જે ગ્રેફાઇટ ઇલેક્ટ્રોડ્સ, કાર્બન અને ગ્રેફાઇટ સ્પેશિયાલિટી પ્રોડક્ટ્સ બનાવવાનું કામ કરે છે. આજે શેરબજારમાં ઓવરઓલ માહોલ સારો હતો. એક દિવસ પહેલા આવેલા 2% ના કડાકામાંથી બહાર આવીને સેન્સેક્સ અને નિફ્ટી 50 આજે 0.5% થી વધુ ઉછળ્યા હતા. આમ છતાં, ગ્રેફાઇટ ઇન્ડિયાના શેરમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું અને BSE પર આ શેર 1.48% તૂટીને 571.00 રૂપિયા પર આવી ગયો હતો.

કંપનીએ કેમ લીધો આ મોટો નિર્ણય?

ગ્રેફાઇટ ઇન્ડિયાએ એક્સચેન્જ ફાઇલિંગમાં એક સત્તાવાર માહિતી આપતા જણાવ્યું છે કે, તેઓ જર્મનીમાં આવેલું પોતાનું 'ગ્રેફાઇટ સ્પેશિયાલિટીઝ અને કોટિંગ ડિવિઝન' બંધ કરવા જઈ રહ્યા છે.રશિયા અને યુક્રેન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા યુદ્ધ અને બજારમાં પ્રોડક્ટની ઓછી માંગને કારણે જર્મનીમાં કંપનીની સ્પર્ધાત્મકતાને મોટો ફટકો પડ્યો છે.

ક્યારે બંધ થશે?

કંપનીના સ્થાનિક મેનેજમેન્ટે આ બિઝનેસ બંધ કરવાનો નિર્ણય લીધો છે. લોકલ વર્ક્સ કાઉન્સિલ સાથે થયેલી વાતચીત મુજબ, આગામી 6 મહિનામાં આ ડિવિઝન સંપૂર્ણપણે બંધ થઈ જશે.

બધા સમાચાર

+ વધુુ વાંચો