Get App

Indigo Share Price: Q4 રિઝલ્ટ બાદ મોટાભાગના બ્રોકરેજ બુલિશ, શેર ખુલતા જ 5% ઉછળ્યો, જાણો નવા ટાર્ગેટ

માર્ચ 2026 ક્વાર્ટરના પરિણામો પછી Indigoના શેરમાં 5% નો મોટો ઉછાળો. જાણો ગોલ્ડમેન સૅક્સ, જેફરીઝ અને અન્ય મોટી બ્રોકરેજ ફર્મ્સનો નવો ટાર્ગેટ પ્રાઇસ.

MoneyControl Newsઅપડેટેડ Jun 01, 2026 પર 10:02 AM
Indigo Share Price: Q4 રિઝલ્ટ બાદ મોટાભાગના બ્રોકરેજ બુલિશ, શેર ખુલતા જ 5% ઉછળ્યો, જાણો નવા ટાર્ગેટIndigo Share Price: Q4 રિઝલ્ટ બાદ મોટાભાગના બ્રોકરેજ બુલિશ, શેર ખુલતા જ 5% ઉછળ્યો, જાણો નવા ટાર્ગેટ
આ શેર પર નજર રાખનારા કુલ 26 એનાલિસ્ટ્સમાંથી 80% નિષ્ણાતોએ ઇન્ડિગોના શેર ખરીદવાની (Buy) સલાહ આપી છે. જ્યારે માત્ર 7% નિષ્ણાતોએ જ આ શેર વેચવાની સલાહ આપી છે.

Indigo Share Price: ભારતની અગ્રણી એરલાઇન કંપની ઇન્ડિગોની પેરેન્ટ કંપની 'ઇન્ટરગ્લોબ એવિએશન' ના શેરોમાં આજે શાનદાર તેજી જોવા મળી છે. કંપનીએ ગયા સપ્તાહના અંતમાં પોતાના માર્ચ ક્વાર્ટરના (Q4) પરિણામો જાહેર કર્યા હતા. પરિણામો બાદ મોટાભાગની બ્રોકરેજ ફર્મ્સ આ શેર પર બુલિશ (હકારાત્મક) જોવા મળી રહી છે, જેની સીધી અસર આજે શેરના ભાવ પર જોવા મળી.

1 જૂનના રોજ શેરબજાર ખુલતાની સાથે જ ઇન્ડિગોના શેરમાં 5 ટકા સુધીનો જોરદાર ઉછાળો આવ્યો હતો અને BSE પર શેરનો ભાવ 4633.45 રૂપિયાની હાઈ સપાટીએ પહોંચી ગયો હતો.

બ્રોકરેજ અને એનાલિસ્ટ્સનો મત શું છે?

આ શેર પર નજર રાખનારા કુલ 26 એનાલિસ્ટ્સમાંથી 80% નિષ્ણાતોએ ઇન્ડિગોના શેર ખરીદવાની (Buy) સલાહ આપી છે. જ્યારે માત્ર 7% નિષ્ણાતોએ જ આ શેર વેચવાની (Sell) સલાહ આપી છે.

કેવા રહ્યા ઇન્ડિગોના Q4 અને વાર્ષિક પરિણામો?

માર્ચ 2026 ના ક્વાર્ટરના આંકડાઓ પર નજર કરીએ તો,,

ચોખ્ખી ખોટ: જાન્યુઆરી-માર્ચ 2026 ક્વાર્ટરમાં કંપનીને 2536.3 કરોડ રૂપિયાની ચોખ્ખી ખોટ ગઈ છે. (જ્યારે એક વર્ષ પહેલા કંપની 3067.5 કરોડ રૂપિયાના નફામાં હતી).

બધા સમાચાર

+ વધુુ વાંચો