Get App

M-Cap: ટોપ 10 કંપનીઓમાંથી ટોપ 7 કંપનીઓને રૂપિયા 77,434.98 કરોડનું નુકસાન, સૌથી વધુ ભોગ બનનાર કંપની રહી ITC અને HDFC બેન્ક

M-Cap: છેલ્લા ટ્રેડિંગ સપ્તાહ દરમિયાન ટોપની સાત કંપનીઓને માર્કેટ કેપમાં રૂપિયા 77,434.98 કરોડનું નુકસાન થયું હતું. આ દરમિયાન ITC અને HDFC બેન્કને સૌથી વધુ નુકસાન થયું છે. ગયા સપ્તાહે BSE બેન્ચમાર્ક 524.06 પોઈન્ટ અથવા 0.78 ટકા ઘટ્યો હતો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL), HDFC બેન્ક, ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS), ICICI બેન્ક, હિન્દુસ્તાન યુનિલિવર (HUL), ITC અને બજાજ ફાઇનાન્સને છેલ્લા ટ્રેડિંગ સપ્તાહમાં નુકસાન થયું હતું.

MoneyControl Newsઅપડેટેડ Jul 30, 2023 પર 1:49 PM
M-Cap: ટોપ 10 કંપનીઓમાંથી ટોપ 7 કંપનીઓને રૂપિયા 77,434.98 કરોડનું નુકસાન, સૌથી વધુ ભોગ બનનાર કંપની રહી ITC અને HDFC બેન્કM-Cap: ટોપ 10 કંપનીઓમાંથી ટોપ 7 કંપનીઓને રૂપિયા 77,434.98 કરોડનું નુકસાન, સૌથી વધુ ભોગ બનનાર કંપની રહી ITC અને HDFC બેન્ક
દરમિયાન ITC અને HDFC બેન્કને સૌથી વધુ નુકસાન થયું છે. ગયા સપ્તાહે BSE બેન્ચમાર્ક 524.06 પોઈન્ટ અથવા 0.78 ટકા ઘટ્યો હતો.

M-Cap: ભારતની ટોપની 10 કંપનીઓમાંથી ટોપની સાત કંપનીઓના માર્કેટ કેપમાં છેલ્લા ટ્રેડિંગ સપ્તાહ દરમિયાન ઘટાડો જોવા મળ્યો હતો. છેલ્લા ટ્રેડિંગ સપ્તાહ દરમિયાન ટોપની સાત કંપનીઓને માર્કેટ કેપમાં રૂપિયા 77,434.98 કરોડનું નુકસાન થયું હતું. આ દરમિયાન ITC અને HDFC બેન્કને સૌથી વધુ નુકસાન થયું છે. ગયા સપ્તાહે BSE બેન્ચમાર્ક 524.06 પોઈન્ટ અથવા 0.78 ટકા ઘટ્યો હતો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL), HDFC બેન્ક, ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS), ICICI બેન્ક, હિન્દુસ્તાન યુનિલિવર (HUL), ITC અને બજાજ ફાઇનાન્સને છેલ્લા ટ્રેડિંગ સપ્તાહમાં નુકસાન થયું હતું. જ્યારે ઈન્ફોસિસ, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI) અને ભારતી એરટેલને સૌથી વધુ ફાયદો થયો હતો.

જેનું નુકસાન આ કંપનીઓને થયું

છેલ્લા ટ્રેડિંગ સપ્તાહ દરમિયાન ITCનું માર્કેટ કેપ રૂપિયા 26,192.05 કરોડ ઘટીને રૂપિયા 5,83,732.19 કરોડ થયું હતું. જ્યારે HDFC બેન્કનું માર્કેટકેપ રૂપિયા 22,747.89 કરોડ ઘટીને રૂપિયા 12,40,322.63 કરોડ અને બજાજ ફાઇનાન્સનું એમ-કેપ રૂપિયા 12,127.47 કરોડ ઘટીને રૂપિયા 4,47,298.52 કરોડ થયું હતું. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપ રૂપિયા 5,818.43 કરોડ ઘટીને રૂપિયા 17,10,076.74 કરોડ અને TCSનું માર્કેટકેપ રૂપિયા 5,214.15 કરોડ ઘટીને રૂપિયા 12,27,739.80 કરોડ થયું હતું. બીજી તરફ, હિન્દુસ્તાન યુનિલિવરનું માર્કેટ કેપ રૂપિયા 4,417.23 કરોડ ઘટીને રૂપિયા 6,07,369.34 કરોડ અને ICICI બેન્કનું માર્કેટકેપ રૂપિયા 917.76 કરોડ ઘટીને રૂપિયા 6,96,495.74 કરોડ થયું હતું.

આ કંપનીઓની માર્કેટ કેપમાં વધારો

બધા સમાચાર

+ વધુુ વાંચો