Sugar price hike: દિવાળી અને છઠ જેવા મોટા તહેવારો આડે હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે સામાન્ય માણસને મોંઘવારીનો એક વધુ ઝટકો લાગ્યો છે. ઘરમાં મીઠાઈ બનાવવાથી લઈને રોજની ચામાં વપરાતી ખાંડ સુધી, બધું જ મોંઘું થઈ ગયું છે. છેલ્લા એક મહિનામાં ખાંડના ભાવ છૂટક અને જથ્થાબંધ બંને બજારમાં 4 રૂપિયા પ્રતિ કિલોથી વધુ વધી ગયા છે.

