04 નવેમ્બરે Saregama Indiaના શેરમાં જોરદાર તેજી જોવા મળી હતી. કંપનીના સપ્ટેમ્બર ક્વાર્ટરના શાનદાર પરિણામોને કારણે શેરમાં લગભગ 13% સુધીનો ઉછાળો નોંધાયો હતો. નાણાકીય વર્ષ 2026-27ના બીજા ક્વાર્ટરમાં કંપનીનો નેટ પ્રોફિટ વાર્ષિક ધોરણે 47.7% વધીને ₹65 કરોડ થયો હતો. જ્યારે કંપનીની આવકમાં પણ 36.5%નો વધારો નોંધાયો હતો.

