ગઈ દિવાળીથી આ દિવાળી સુધી એગ્રી કૉમોડિટીમાં ઓવર ઓલ સારા વળતર મળ્યા છે, જ્યાં મસાલા પેકમાં ધાણા ફોકસમા રહ્યું, પણ એની સાથે આ વર્ષે એગ્રી કૉમોડિટી પર અલ-નીનોની અસર પણ જોવા મળી, જેમાં ઘણા પાકોને નુકસાન થયું છે, તો પશ્ચિમ એશિયામાં યુદ્ધના કારણે ઈમ્પોર્ટ માટે લોજિસ્ટિક કોસ્ટ પણ વધી ગયા છે. વૈશ્વિક અને સ્થાનિક બજારમાં જે કૉમોડિટાના ભાવ વધ્યા છે તેને નિયંત્રણમાં રાખવા સરકાર તરફથી ઘણા પગલાં પણ લેવામાં આવ્યા છે. તો આ બધાની વચ્ચે દિવાળીથી દિવાળી એગ્રી કૉમોડિટીનું આઉટલૂક કેવું રહ્યું તે અંગે આજે ચર્ચા કરીએ.

